GSTV

મોટા સમાચાર/ ગૌતમ ગંભીરને ISIS તરફથી મળી જાનથી મારી નાંખવાની ધમકી, ઘરની બહાર વધારાઇ સુરક્ષા

ગંભીર

Last Updated on November 24, 2021 by Bansari

પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ (ISIS Kashmir) તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગંભીરે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. આ ઇમેલ મળ્યા બાદ દિલ્હી પોલીસે ગૌતમ ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.

DCP સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે ‘ISIS કાશ્મીર’ તરફથી ધમકીભર્યો મેલ મળ્યો છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ચૌહાણે જણાવ્યું કે ગંભીરે આ અંગે દિલ્હી પોલીસને જાણ કરી હતી.

ગૌતમ ગંભીરે નોંધાવેલી ફરિયાદની કૉપી

તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર પૂર્વ દિલ્હી સંસદીય ક્ષેત્રથી ચૂંટણી જીત્યા હતા. ગંભીર દરેક મુદ્દા પર ખુલીને તેના અભિપ્રાય રજૂ કરવા માટે જાણીતો છે. તેણે ઘણી વખત આતંકવાદ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. ગંભીર 2011માં વર્લ્ડ કપ જીતનારી ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે.

ગંભીર

ઈમરાન ખાનને પોતાનો મોટો ભાઈ કહેવા બદલ સિદ્ધુને આડે હાથ લીધા હતાં

ગંભીર વિપક્ષના નેતાઓ પર પોતાની નિવેદનબાજીને લઈને ચર્ચામાં રહે છે, તાજેતરમાં તેણે નવજોત સિંહ સિદ્ધુને ઘેર્યા હતા. ગંભીરે સિદ્ધુને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાનો ‘મોટો ભાઈ’ કહેવા બદલ ઝાટક્યા હતાં અને કહ્યું કે પહેલા તમારા બાળકોને બોર્ડર પર મોકલો અને પછી આવા નિવેદનો આપો. ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે ભારત 70 વર્ષથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે લડી રહ્યું છે અને સિદ્ધુ દ્વારા આતંકવાદી દેશના વડાપ્રધાનને પોતાનો મોટો ભાઈ કહેવો શરમજનક છે.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

Google Year in Search 2021 / કોવિડ-19, નીરજ ચોપરા, આર્યન ખાન અને ફિલ્મ જય ભીમ સૌથી વધુ સર્ચ, જુઓ આખી લિસ્ટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!