GSTV

વિવાદ: ભગવાન રામ બાદ હવે ગૌતમ બુદ્ધ પર નેપાળનો દાવો, કહ્યું બુદ્ધ અહીં જન્મ્યા હતાં !

અયોધ્યા અને ભગવાને લઈને નિવેદનબાજી કરનારા નેપાળે હવે ગૌતમ બુદ્ધને લઈને પણ નિવેદન આપ્યુ છે. નેપાળના વિદેશ મંત્રાલયે રવિવારના રોજ જણાવ્યુ હતું કે, ગૌતમ બુદ્ધ નેપાળમાં જન્મ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, આ નિર્વિવાદ તથ્ય છે કે, ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિની, નેપાળમાં થયો હતો. આ સ્થળ યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં પણ સામેલ છે.

ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળમાં…

આ સાથે જ પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, આ વાત સાચી છે કે, બૌદ્ધ ધર્મ નેપાળની સાથે જ સમગ્ર દુનિયામાં ફેલાયો છે. આ મામલો શંકા અને વિવાદથી ઉપર છે. આ પ્રકારની ચર્ચાનો કોઈ અવકાશ નથી. તેનાથી સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય વાકેફ છે.

રામ નેપાળમાં થયા હોવાનો દાવો

આ સાથે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ફરી એકવાર દાવો કર્યો છે કે ભગવાન રામનું જન્મસ્થળ નેપાળનો ચિતવાન જિલ્લો છે. તે જ જિલ્લામાં, માડી પાલિકા વિસ્તાર છે, જેનું નામ અયોધ્યાપુરી છે. શનિવારે, ઓલીએ પ્રદેશના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમને રામ, લક્ષ્મણ અને માતા સીતાની પ્રતિમા સ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઓલીએ અધિકારીઓને અયોધ્યાપુરીને વાસ્તવિક અયોધ્યા તરીકે પ્રોજેકટ અને પ્રોત્સાહન આપવા આદેશ આપ્યો છે. વડા પ્રધાન ઓલીએ થોરી અને માડીના સ્થાનિક જન પ્રતિનિધિઓને પણ ભવ્ય મંદિર બનાવવાની યોજના તૈયાર કરવા સૂચના આપી છે.

અધિકારીઓ સાથે બે કલાક વાતચીત કરી

નેપાળી અખબાર અનુસાર ઓલીએ માડી અને ચિતવાનના અધિકારીઓ અને નેતાઓ સાથે બે કલાક સુધી ફોન પર વાતચીત કરી. વધુ વાટાઘાટો માટે તેમને કાઠમંડુ પણ બોલાવવામાં આવ્યા હતા. ઓલીએ કહ્યું, ‘હું માનું છું કે ભગવાન રામનો જન્મ નેપાળના અયોધ્યાપુરીમાં થયો હતો. ભારતના અયોધ્યામાં નહીં. મારી પાસે પુરાવા છે કે જે સાબિત કરશે કે ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો. ચિતવાન જિલ્લાના સાંસદ દિલ કુમારી રાવલે કહ્યું હતું કે ‘પીએમ ઓલીએ અયોધ્યાપુરી આસપાસના વિસ્તારોની સુરક્ષા માટે સંપૂર્ણ તાકાત સાથે કામ કરવાનું કહ્યું છે. પુરાવા એકત્રિત કરવા માટે અયોધ્યાપુરી ખોદવાનું પણ કહ્યું. આ સાથે અયોધ્યાપુરીને પ્રોત્સાહન આપવા અને ત્યાંના ઐતિહાસિક પુરાવાને જાળવવા માટે સ્થાનિક લોકોની મદદનો આદેશ આપ્યો છે.

READ ALSO

Related posts

હવે સરહદને બદલે અંતરિક્ષમાં ભારતે નિશાન બનાવી રહ્યું છે ચીન, અહીં કર્યો મોટો હુમલો

Mansi Patel

કૃષિ બિલની વિરુદ્ધ પ્રદર્શનમાં જોડાયા નવજોત સિદ્ધુ, ખેડૂતો સાથે મળી યોજી ટ્રેક્ટર રેલી

Ankita Trada

ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!