GSTV

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Last Updated on September 22, 2021 by Zainul Ansari

આ સમયે વિશ્વ કોરોના સંકટ સામે લડી રહ્યું છે. આ સંકટ વચ્ચે દેશ અને વિશ્વના મોટા ઉદ્યોગપતિઓ ગ્લોબલ વોર્મિંગને આગામી સમયનો મોટો પડકાર ગણાવી રહ્યા છે. આ જ કારણ છે કે કંપનીઓ ઝડપથી ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફ આગળ વધી રહી છે. રિન્યૂએબલ એનર્જીને ભવિષ્ય તરીકે ગણતા પાવર કંપનીઓ આ દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જણાવ્યું કે તેઓ આગામી 10 વર્ષમાં રિન્યૂએબલ એનર્જી માટે 20 અબજ ડોલર એટલે કે આશરે 1.5 લાખ કરોડનું રોકાણ કરશે. તાજેતરમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ ગ્રીન એનર્જી માટે 75 હજાર કરોડની જાહેરાત કરી હતી. બીજી તરફ ટાટા પાવર રિન્યૂએબર બિઝનેસને વધારવા માટે 750 મિલિયન ડોલર એટલે 5200 કરોડથી વધુનું ફંડ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર પણ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે.

4 વર્ષમાં 3 ગણું ઉત્પાદન કરવાની યોજના

અદાણી ગ્રુપે જણાવ્યું કે તે વિશ્વનું સૌથી સસ્તું ગ્રીન ઇલેક્ટ્રોનનું ઉત્પાદન કરશે. આ વાત ગ્રીન એનર્જીને લઇ તેમના ગ્રુપના એજન્ડાના સ્પષ્ટ કરતા અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મંગળવારે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રુપ આગામી ચાર વર્ષમાં તેની રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતાને ત્રણ ગણી કરવા, ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રવેશ, તમામ ડેટા સેન્ટરને રિન્યૂએબ એનર્જીથી ચલાવવા અને 2025 સુધીમાં તેના બંદરોના કાર્બન ઉત્સર્જનને શૂન્ય સુધી પહોંચાડવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે અને 2025 સુધીમાં ગ્રીન ટેકનોલોજીમાં મૂડી ખર્ચનો 75 ટકા ખર્ચ કરવાની યોજના બનાવી છે.

અદાણી ગ્રુપ સૌથી સસ્તું ગ્રીન ઇલેક્ટ્રોન બનાવશે

અદાણી ગ્રુપના વડાએ જેપી મોર્ગન ઇન્ડિયા ઇન્વેસ્ટર સમિટમાં પોતાના સંબોધન દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રિન્યૂએબલ ઉત્પાદન, ઘટકોનું ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણના ક્ષેત્રોમાં 20 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે. ઉદ્યોગપતિએ જણાવ્યું કે અદાણી જૂથની “એકિકૃત મૂલ્ય શ્રુંખલા, અમારું કદ અને અનુભવના કારણે અમે વિશ્વમાં સૌથી સસ્તી ગ્રીન ઇલેક્ટ્રોનનું ઉત્પાદક બનવાના માર્ગ પર છે.

અદાણી

અંબાણીએ 10 અબજ ડોલરની જાહેરાત કરી હતી

અગાઉ તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ પણ ત્રણ વર્ષમાં સ્વચ્છ એનર્જી અને હાઇડ્રોજન ઇંધણમાં 75,000 કરોડ રૂપિયા(10 અબજ ડોલર)ના રોકાણની જાહેરાત કરી હતી. અંબાણીએ આ મહિને જણાવ્યું હતું કે એક દાયકામાં રિન્યૂએબલ એનર્જીથી એક ડોલર પ્રતિ કિલોગ્રામના ખર્ચે હાઇડ્રોજન બનાવી શકાય છે. હાઇડ્રોજન કાર્બનનું ઉત્સર્જન કરતું નથી અને તેનો ઉપયોગ ઉદ્યોગ અને ઓટોમોબાઇલ્સમાં ઇંધણ તરીકે થઈ શકે છે.

Read Also

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

સાહિત્ય પરિષદમાં વિવાદ / મહામંત્રીની કામગીરી સામે વિરોધ : અનેક સભ્યો નારાજ, રાજીનામા પડ્યાં અને પડવાની તૈયારીમાં..

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!