ફેબ્રુઆરીનો મહિનો ગૌતમ અદાણી માટે લકી સાબિત થયો છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં ખૂબજ મોટા પ્રમાણમાં વધારો થયો છે. તો તેમણે ગીરવી રાખેલા શેયર પણ છોડાવી લીધા છે.


ગૌતમ અદાણીની સંપત્તિ લગભગ 8 બિલિયન ડોલર વધી ગઈ
બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ ફક્ત ફેબ્રુઆરી મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ લગભગ 8 બિલિયન ડોલર વધી ગઈ છે. ફેબ્રુઆરીના શરૂઆતી દિવસોમાં ગૌતમ અદાણીની સંપત્તિ 33થી 38 બિલિયન ડોલર વચ્ચે રહી હતી. જે હવે 44.7 બિલિયન ડોલર થઈ ગઈ છે.
અદાણી દુનિયાના 27મા સૌથી ધનિક વ્યક્તિ
ફેબ્રુઆરીની શરૂઆતના દિવસોમાં ગૌતમ અદાણીની રેન્કિંગ 33થી 40 વચ્ચે રહી ગઈ હતી. જે હવે 27મી થઈ ગઈ છે. અર્થાત ગૌતમ અદાણી દુનિયાના 27મા સૌથી ધનિક વ્યક્તિ છે. આ ગૌતમ અદાણીની સંપત્તિ અને રેન્કિંગમાં અત્યાર સુધીની સૌથી તેજ વધારો છે.
મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ 80 બિલિયન ડોલર
તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી મોટા ધનિક વ્યક્તિ છે. પહેલા સ્થાન પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ 80 બિલિયન ડોલર છે. મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં 10મા સ્થાન પર છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
