GSTV

BIG NEWS: ગૌતમ અદાણીની સંપત્તિમાં એક અઠવાડિયામાં 1 લાખ કરોડથી વધારેનું નુકસાન, નેટવર્થમાં 14.1 અરબ ડોલરનો થયો ઘટાડો

અદાણી

Last Updated on June 19, 2021 by Harshad Patel

અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત ધોવાણ થતાં માલિક ગૌમત અદાણીની નેટવર્થમાં એક અઠવાડિયામાં 14.1 અરબ ડોલર અર્થાત 1,04,543 કરોડ રૂપિયાનો ભારે ઘટાડો થયો ચે. અદાણી સમૂહમાં રોકાણ કરનારી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો બાબતે આવેલા એક સમાચાર મુજબ આ સમગ્ર અઠવાડિયા દરમિયાન ગૌતમ અદાણીના અદાણી સમૂહના શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.

ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 62.9 અરબ ડોલર રહી

ગત શુક્રવારે જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે ગૌતમ અદાણીની નેટવર્થ બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ મુજબ 77 અરબ ડોલર અર્થાત 5,70,909 કરોડ રૂપિયા હતી. પરંતુ આ અઠવાડિયે શુક્રવારે શેરબજાર બંધ રહ્યું ત્યારે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 62.9 અરબ ડોલર રહી છે. શેરમાર્કેટમાં અદાણીના શેરો ધોવાણ થવાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ સમગ્ર વિકમાં ગૌતમ અદાણીના સમૂહના શેરમાં જબરદસ્ત ધોવાણ થયું છે. સોમવારથી શુક્રવાર સુધી સતત હાલત ખરાબ રહી છે.

અદાણી ગ્રૂપની કંપનીમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

સોમવારે જ્યારે સમચારા મળ્યા કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ( NSDL) એ ત્રણ વિદેશી ફંડના એકાઉન્ટ પર રોક લગાવી દીધી છે. આ ફંડોએ અદાણી ગ્રૂપની કંપનીમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ કારણે અદાણી સમૂહની કંપનીઓના શેર માર્કેટમાં ગોથા ખાવા લાગ્યો. સોમવારે બપોર પછી અદાણી સમૂહે આ બાબતે નિવેદન જારી કરતાં કહ્યું આ સમાચાર તદ્દન પાયા વિહોણા છે. એનએસડીએલ એ પણ આનો ઈન્કાર કર્યો હતો. પરંતુ એનાથી અદાણી સમૂહના શેરનું ધોવાણ અટક્યું નહોતું.

સપ્તાહ સુધી સતત અદાણી ગ્રૂપના શેરમાં લોઅર સર્કિટ જ લાગતી રહી

સપ્તાહ સુધી સતત અદાણી ગ્રૂપના શેરમાં લોઅર સર્કિટ જ લાગતી રહી. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક જોનના શેર એક અઠવાડિયામાં 144 રૂપિયા ટૂટી ગયો. અદાણી એન્ટરપ્રાઈઝીસ 112 રૂપિયા, ટ્રાન્સમિશન એક અઠવાડિયામાં 362 રૂપિયા તૂટી ગયો. અદાણી પાવર એક હપતામાં 34 રૂપિયા, અદાણી ટોટલ ગેસ 367 રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જીમાં 164 રૂપિયા શેરમાં કડાકો થયો છે.

ભારે ઘટાડાથી એશિયાના બીજા ધનિકનું સ્થાન ખૂંચવાયું

ગૌતમ અદાણી હવે એશિયાના બીજા ધનિક નથી રહ્યા. તેઓ બુધવારે જ આ સ્થાનથી એક સ્થાન નીચા જતાં ત્રીજા સ્થાને પહોંચી ચૂક્યા છે. આ ભારે ઘટાડાના કારણે ચીનના કારોબારી ઝોંગ શાનશાન ફરીથી એસિયાના બીજા અમીર વ્યક્તિ બની ગયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!