કોરોના કાળમાં એવિએશન સેક્ટરની હાલત ખરાબ છે, છતાં ઉદ્યોગપતિ ગૌતમ અડાણી એરપોર્ટ બિઝનેસમાં રોકાણ કરી રહ્યા છે. અડાણી ગ્રુપે મંગળવારે ગુવાહાટી, જયપુર અને તરુવનંતપુરમ એરપોર્ટના મેનેજમેન્ટ, સંચાલન અને વિકાસ માટે AAI સાથે કરાર કર્યો છે. AAIએ ગયા વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં લખનૌ, અમદાવાદ અને મંગલુર એરપોર્ટ અડાણીને સોંપ્યા હતા. એવામાં આ સમજવું જરૂરી છે કે શા માટે અડાણીને લાગે છે કે આ બિઝનેસ પ્રોફિટ વાળો છે.
ગૌતમ અડાણીએ આ છ એરપોર્ટ ઉપરાંત મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઇમાં બની રહેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ અધિગ્રહણ કર્યું છે. સપ્ટેમ્બર 2020માં અડાણી એરપોર્ટ GVK Airport Developersની મુંબઈ ઇન્ટરનેશનલ લિમિટેડ(MIAL)માં 50.50% ભાગીદારીનું અધિગ્રહણ કર્યું હતું. ગયા સપ્તાહમાં ખબર આવી હતી કે અડાણી એરપોર્ટ MIALમાં બિડવેસ્ટની 13.5% ભાગીદારી અને Airports Company of South Africa (ACSA)ની 10% ભાગીદારી ખરીદશે. ડીલ પુરી થયા પછી મુંબઈ એરપોર્ટ પર અડાણીનો માલિકાના અધિકાર વધીને 74% થઇ જશે. નવી મુંબઈ એરપોર્ટ હજુ તૈયાર થઇ રહ્યું છે. અને એમાં મુંબઈ ઇન્ટરનેશનલ લિમિટેડ એટલે MIALના 74% ભાગીદાર છે.
2024 સુધી 100 નવા એરપોર્ટની યોજના

મુંબઈ અને નવી મુંબઈ એરપોર્ટ રણનૈતિક રૂપથી અડાણી એરપોર્ટ માટે ઘણું મહત્વનું છે. મોદી સરકારની યોજના છે કે 2025 સુધી દેશની ઈકોનોમીને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવી. એમાં એવિએશન સેક્ટરની ભૂમિકા ઘણી મહત્વની છે. સરકારની આ યોજના છે કે 2024 સુધી ટાયર-1,2 સિટીમાં 100 નવા એરપોર્ટ ખોલવામાં આવે. એની સાથે 1000 નવા રૂટ પર વિમાનોની સેવા શરુ થશે અને મોટાભાગેના રૂટ નાના શહેરોને હવાઈ સેવાથી જોડવાથી લઇ છે.
200 એરપોર્ટ ખોલવામાં આવશે
Indian Aviation Vision 2040ની રિપોર્ટમાં આ સંખ્યા 200 સુધી પહોંચવાની છે. આ યોજના મુજબ, દિલ્હી, મુંબઈમાં 3-3 ઇન્ટરનેશનલ એરપોર્ટ ખોલવામાં આવે. એ ઉપરાંત 31 મોટા શહેરોમાં 2-2 એરપોર્ટ હશે. સરકારની આ પ્લાનિંગને કોરોનાના કારણે ઝાટકો જરૂર પહોંચ્યો છે પરંતુ સરકાનું લક્ષ્ય હજુ ત્યાં જ છે. ગૌતમ અડાણી પોતાને પુરી રીતે તૈયાર રાખવા માંગે છે. એરપોર્ટ અથોરિટી ઓફ ઇન્ડિયા પછી ગૌતમ અડાણી હાલ એરપોર્ટ સંચાલનમાં સૌથી મોટા ખેલાડી છે.
અડાણી એન્ટરપ્રાઇઝેઝની વાર્ષિક રિપોર્ટમાં જોવા મળ્યું વિઝન

2020માં ચાલુ વાર્ષિક રિપોર્ટમાં અડાણી એન્ટરપ્રાઇઝે કહ્યું હતું કે, એવિએશન સેક્ટર માટે રણનૈતિક રૂપ ઘણું મહત્વનું છે. કોરોના પછી ભારત રોકાણકારોની પસંદમાં આવી ગયું છે. ફ્રેન્ચ આર્કીટેક Le Corbusierએ કહ્યું હતું કે “city made for speed is made for success.” મતલબ જે શહેરમાં તેજી છે, ત્યાં જ સફળતા છે. વાર્ષિક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કોઈ શહેરની કનેક્ટિવિટી સારી છે તો રોકાણ અને વેપાર અંતે આ સૌથી મહત્વપૂર્ણ કારણ છે.
ફેબ્રુઆરી 2019માં થયું હતું ખાનગીકરણ
હાલ તેમણે બીજા ત્રણ એરપોર્ટ માટે કરાર કર્યો છે. જણાવી દઈએ કે કંસેશન કરાર હેઠળ એક કંપનીને સરકાર અથવા કોઈ બીજી કંપનીના સ્વામિત્વ વાળા કારોબારના સંચાલનનો અધિકાર નક્કી સમય માટે અને નક્કી શરતો સાથે મળે છે. આ કરારને લઇ AAIએ કહ્યું કે અડાણી ગ્રુપને 9 જાન્યુઆરી 2021થી 180 દિવસની અંદર ગુવાહાટી, જયપુર, તરુવનંતપુરમ હવાઈ અડ્ડાઓ માટે કેટલીક શરતો પુરી કરવી પડશે. કેન્દ્રએ ફેબ્રુઆરી 2019માં દેશના 6 એરપોર્ટ લખનૌ, અમદાવાદ, જયપુર, મંગલુરુ, તરુવનંતપુરમ અને ગુવાહાટીનું ખાનગીકરણ કર્યું હતું. ગૌતમ અડાણીને હવે 50 વર્ષ માટે સંચાલન કરવાનો અધિકાર મળ્યો છે.
Read Also
- ટ્રેનોનું નામ બદલી વસુલવામાં આવી રહ્યું ડબલ ભાડું, એસી કોચ બોનસ
- TWITTER કરાવશે કમાણી: સોશિયલ મીડિયા પરથી આ રીતે કમાણી કરો, થોડી દિવસમાં જ બની જશો લખપતિ
- મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડે સીએમ ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું રાજીનામું, ટિકટોક સ્ટારની આત્મહત્યા પછી ઉઠી રહ્યા હતા સવાલો
- આઝાદીની જંગમાં અંગ્રેજો સામે લડત આપનારા 100 વર્ષના મણિબહેને મતદાન કરી દેશના નાગરિક તરીકેની ફરજ બજાવી
- સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો