GSTV

ક્યારેક હતા ચાલીમાં રહેવા મજબૂર ગૌતમ અદાણી, પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરતા આવ્યો આ બિઝનેસ કરવાનો આઈડિયા

Last Updated on June 24, 2021 by Pritesh Mehta

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 24 જૂને પોતાનો 59મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે. જૈન પરિવારમાં જન્મેલ અદાણી આજે મુકેશ અંબાણી પછી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની નેટ વર્થ 6770 કરોડ ડોલર છે. પરંતુ શું તમે જાણો છો એક સમય એવો પણ હતો જયારે ગૌતમ અદાણી અમદાવાદની ચાલીમાં રહેવા મજબૂર હતા. એટલે સુધી કે તેમની પાસે પૈસાની એટલી કંઈ હતી કે તેને કારણે તેમણે પોતાનો કોલેજનો અભ્યાસ પણ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. જાણો તેમના સંઘર્ષની રસપ્રદ વાતો

ગુજરાતી પરિવારમાં જન્મ્યા ગૌતમ અદાણી

ગૌતમ અદાણીનો જન્મ અમદાવાદમાં 24 જૂન 1962ના રોજ ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શાંતિલાલ અને માંનું નામ શાંતિ અદાણી હતું. તેઓ કુલ 7 ભાઈ બહેન હતા. એક સમયે અદાણી પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેને કારણે તેમનો પરિવાર અમદાવાદના પોળ વિસ્તારમાં આવેલ એક શેઠની ચાલીમાં રહેવા મહબૂર હતો.

પરિવારનો ખર્ચ ઉપાડવા માટે છોડ્યો અભ્યાસ

પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આગળ ભણવા માટે ગૌતમ અદાણીએ ગુજરાત યુનિવર્સીટીમાં એડમિશન લીધું. પરંતુ તે દિવસોમાં તેમના પરિવારની આથી ક્સ્થિતિ અત્યંત ખરાબ હતી. એવામાં તેમણે બીકોમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો અને કામ કરવામાટે મુંબઈ આવવું પડ્યું. તેમણે ડાયમંડ સોર્ટર તરીકે કામની શરૂઆત કરી.

20 વર્ષની ઉંમરે શરૂ કરું કામ

થોડો સમય ડાયમંડ સોર્ટર તરીકે નોકરી કર્યા બાદ ગૌતમ અદાણીએ ડાયમંડ બ્રોકર  આઉટફિટ ખોલ્યું. અદાણી નાનપણથી જ પ્રતિભાશાળી હતા અને તેમને ધંધાની સારી સમાજ હતી. એક વર્ષની અંદર તેમનો ધંધો ચાલવા લાગ્યો. પરંતુ થોડા સમય પછી ભાઈની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરવા માટે તેઓ અમદાવાદ પાછા આવી ગયા.

1988માં કરી અદાણી ગ્રુપની શરૂઆત

પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરતા સમયે તેમને પીવીસી એટલે કે પોલિવિનાઈલ ક્લોરાઇડનો ઈમ્પોર્ટ કરવાનો નિર્ણય કર્યો અને ગ્લોબલ ટ્રેડિંગમાં એન્ટ્રી કરી. પીવીસી ઈમ્પોર્ટનો વિકાસ થતો રહ્યો અને 1988માં તેમણે અદાણી ગ્રુપ પાવર અને એગ્રી કોમોડિટી તરીકે પોતાની શરૂઆત કરી.

ગૌતમ અદાણીનો પરિવાર

ગૌતમ અદાણીના વ્યવસાયે એક ડેન્ટિસ્ટ પ્રીતિ અદાણી સાથે લગ્ન કર્યા. તે અદાણી ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પણ છે. તેમના 2 દીકરા કરણ અદાણી અને નેનો દીકરો જીત અદાણી છે. બંને પિતાને કામમાં મદદ કરે છે. તેમની પુત્ર વધુ પરિધિ અદાણી પણ એક કોર્પોરેટ વકીલ છે.

દેશના બીજા ક્રમના સૌથી આમિર વ્યક્તિ અદાણી

ફોર્બ્સ લિસ્ટ મુજબ ગૌતમ અદાણી દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ છે. અદાણીનો બિઝનેસ ભારતની બહાર પણ અનેક દેશોમાં ફેલાયેલો છે. અદાણી કોલસાનો વેપાર, ખનન,તેલ અને  ગેસ વિતરણ, પોર્ટ, મલ્ટી મોડેલ લોજિસ્ટિક, વીજળી ઉત્પાદન અને પ્રસારણ ક્ષેત્રોમાં પણ ધંધો કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!