એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી અને તેમના પરિવારે ગૌતમ અદાણીના 60મા જન્મદિવસ નિમિત્તે સામાજિક સેવાના કાર્યો પાછળ રૂ. 60,000 કરોડનું દાન આપવાનું વચન આપ્યું છે. આ ભંડોળનું સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે અને તે આરોગ્ય, શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા જેવા સામાજિક કામગીરી પાછળ ખર્ચવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

અદાણી ગ્રૂપે જણાવ્યું કે, “ભારતીય કોર્પોરેટ સેક્ટરના ઈતિહાસમાં કોઇ ફાઉન્ડેશન તરફથી અત્યાર સુધીનું આ સૌથી મોટું દાન છે. ઉપરાંત ગૌત્તમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દી વર્ષને ધ્યાનમાં રાખીને પણ આ સખાવત કામગીરી હાથ ધરાવામાં આવી છે.
On our father’s 100thbirth anniversary & my 60thbirthday, Adani Family is gratified to commit Rs 60,000 cr in charity towards healthcare, edu & skill-dev across India. Contribution to help build an equitable, future-ready India. @AdaniFoundation pic.twitter.com/7elayv3Cvk
— Gautam Adani (@gautam_adani) June 23, 2022
મૂળ ગુજરાતી ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીની ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં ગણના થાય છે. 24 જૂન, 2022 શુક્રવારના રોજ એટલે કે આજે 60 વર્ષના થઇ રહેલા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણી પહેલી પેઢીના ઉદ્યોગસાહસિક (ફર્સ્ટ- જનરેશન આંત્રપ્રિન્યોર) છે તેમજ ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ અને બર્કશાયર હાથવેના વડા વોરેન બફેટ જેવા દુનિયાના ધનકુબેરોની હરોળમાં જોડાય છે જેમણે પોતાની સંપત્તિનો એક મોટો હિસ્સો પરોપકારી કાર્ય પાછળ ખર્ચવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર ચાલુ વર્ષે ગૌત્તમ અદાણીની સંપત્તિ 15 અબજ ડોલર વધીને લગભગ 92 અબજ ડોલર થઇ છે, જે સમગ્ર વિશ્વમાં ધનિકોની સંપત્તિમાં સૌથી મોટો વધારો છે.
READ ALSO
- મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો