GSTV
Bollywood Entertainment Trending

આર્યન ખાનની ધરપકડ પર પહેલી વાર ગૌરી ખાને જાહેરમાં આપ્યું નિવેદન, કરણના શોમાં કર્યો મોટો ખુલાસો

ગૌરી

કરણ જોહરનો વિવાદાસ્પદ ચેટ શો કોફી વિથ કરણ 7 શરુ થયો ત્યારથી જ ચર્ચામાં છે. દર અઠવાડીયે સ્ટાર્સ આવે છે અના કરણ જોહર સાથે ચેટ કરે છે અને પોતાની લાઇફની સીક્રેટ્સ જણાવે છે. ગૌરી ખાન ગુરુવારે 17 વર્ષ બાદ કોફી કાઉચ પર પરત ફરી હતી. ગૌરી ખાન, ઇન્ટિરિયર ડિઝાઇનર અને બોલીવુડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનની પત્ની છે. જે કરણ જોહરના ચેટ શોની સાતમી સિઝનના 12 મા એપિસોડમાં મહીપ કપુર અને ભાવના પાંડે સાથે જોવા મળી હતી અને આ દરમિયાન તેણે ડ્રગ કેસમાં સામેલ તેના પુત્ર આર્યન ખાન વિશે વાત કરી.

તમને જણાવી દઇએ કે, ગત વર્ષ આર્યન ખાનની મુંબઇ પોલીસે ડ્રગ લેવા બદલ ધરપકડ કરી હતી. આર્યન લાંબા સમયથી જેલમાં હતો અને આ દરમિયાન ખાન પરિવાર પણ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યો હતો. આર્યનની ધરપકડ પર વાત કરતા જોહરે કહ્યું- તમારા માટે માત્ર પ્રોફેશનલી જ નહીં પરંતુ પરીવારના સભ્ય તરીકે પણ આ મુશ્કેલ સમય રહ્યો છે. તમે બધા આમાંથી એક પરીવાર તરીકે ખુબ મજબુત રીતે બહાર આવ્યા છો. જ્યારે પરીવારો આના જેવા કંઇકમાંથી પસાર થાય છે ત્યારે મુશ્કેલ સમયને હેન્ડલ કરવાની તમારી રીત વિશે તમારું શું કહેવું છે.

આર્યન

આના પર ગૌરી ખાને જવાબ આપ્યો, હા એક પરીવાર તરીકે, અમે આમાંથી પસાર થયા છીએ.. મને લાગે છે કે એક માતા તરીકે, માતાપિતા તરીકે, અમે જે કંઇ પણમાંથી પસાર થયા છીએ, તેનાથી વધુ ખરાબ કંઇ હોઇ શકે નહીં. પરંતુ આજે જયાં અમે એક પરિવાર તરીકે ઉભા છીએ, હું કહી શકું છુ કે અમે સારી જગ્યાએ છીએ. જયાં આપણે બઘા ઘ્વારા પ્રેમ અનુભવી છીએ. અમારા બધા મિત્રોના સંદેશાઓ અને પ્રેમ માટે હું ખુબ જ આભારી અનુભવું છું અને ઘણા લોકો જેંમને અમે જાણતા ન હતા. અને હું કહીશ કે હું એ તમામ લોકોની આભારી છું જેમણે આ સમય દરમિયાન અમને સમર્થન આપ્યુ.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV