GSTV

ગૌરીને સફેદ શર્ટ અને ખુલ્લા વાળ રાખવા માટે ના પડતો હતો શાહરૂખ, કારણ જાણી થશે આશ્ચર્ય

Last Updated on October 8, 2019 by Arohi

18 વર્ષના શાહરૂખ ખાને જ્યારે 14 વર્ષની ગૌરીને પહેલી વખત જોઈ તો તેને લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો હતો. આજે ગૌરી ખાનનો જન્મદિવસ છે. આ અવસર પર અમે તમને તેમની પહેલી મુલાકાતનો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ.

શાહરૂખ અને ગૌરીની પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. ત્યારે શાહરૂખે ગૌરીને ડાંસ કરવા માટે પુછ્યું તો તે માની ગઈ હતી. ત્રીજી મુલાકાતમાં શાહરૂખે ગૌરીનો ફોન નંબર લીધો હતો. તેમની પહેલી ડેટ ઓક્ટોમ્બર 1984માં થઈ હતી. બન્નેમાં ફક્ત 5 મિનિટ સાથે વિતાવી હતી. તે દિલ્હીના પંચશીલ ક્લબમાં મળ્યા હતા જ્યાં તેમણે કોલો પિધી હતી. ડેટ સમયે તે બન્ને ખુબ જ નર્વસ હતા.

કિંગ ખાન તે સમયે ગૌરી માટે હિસ્ટ્રી વિષયના નોટ્સ બનાવતો હતો. આ ઉપરાંત તે ગૌરીને ડ્રાઈવિંગ પણ સીખવાડતો હતો. બન્નેએ લગ્ન કરવા માટે એક પ્લાન બનાવ્યો હતો. ગૌરીના મમ્મી-પપ્પા પહેલા શાહરૂખે ગૌરીના આન્ટીને ઈમ્પ્રેસ કર્યા હતા.

શાહરૂખે ગૌરીના પેરેન્ટ્સને ઈમ્પ્રેસ કરવા માટે પાંચ વર્ષ સુધી હિન્દુ હોવાનું નાટક કર્યું હતું. તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. એક પાર્ટીમાં જ્યારે ગૌરીના પિતાને શાહરૂખના ધર્મ અંગે ખબર પડી ત્યારે તેમણે શાહરૂખને પાર્ટીમાંથી જતા રહેવા કહી દીધુ હતું.

આખરે શાહરૂખ ગૌરીના પેરેન્ટ્સને ઈમ્પ્રેસ કરવામાં સફળ થયો અને 25 ઓક્ટોમ્બર 1991માં બન્નેના લગ્ન થઈ ગયા. શાહરૂખનું કહેવું છે કે તે ગૌરીને એટલા માટે પ્રેમ કરે છે કારણ કે તે ખૂબ જ પ્રામાણિક છે.

Read Also

Related posts

CBSE Marking Formula : કયા આધારે નક્કી થયું CBSE 12મા નું પરિણામ, શું તમે આપી શકો છો રી-ટેસ્ટ?

Vishvesh Dave

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!