આ મંદિરને કહે છે નરકનો દરવાજો, અહીં ગયેલો વ્યક્તિ ક્યારેય પાછો ફર્યો નથી

તમે આજસુધી ઘણાં પ્રકારના મંદિરો અને તેના રહસ્યો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યાં છે તે મંદિર વિશે કહેવાય છે કે અહીં નરકનો દરવાજો છે, જેની પાસે જવાથી મનુષ્ય ક્યારેય પાછું ફરતુ નથી. જોકે, અહીં થતી મોત પાછળનું કારણ શોધી કાઢ્યા હોવાનું સંસોધનકારોએ દાવો કર્યો છે.

ખરેખર, દક્ષિણ તુર્કીના હીરાપોલિસ શહેરમાં એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિરને નરકનો દરવાજો નામ આપવામાં આવ્યું છે, કારણકે છેલ્લા કેટલાંક વર્ષોથી અહીં સતત રહસ્યમય મોત થઈ રહ્યાં છે. ખરેખર, આ મંદિરના સંપર્કમાં આવતા જ પશુ-પક્ષી પણ મોતને ભેટતા હતાં. કહેવાતુ હતુ કે તેમની મોત યૂનાની દેવતાની ઝેરીલા શ્વાસને કારણે થઈ રહી છે. અજીબોગરીબ ઘટનાઓને કારણે લોકો આ મંદિરને નરકનો દરવાજો કહેવા લાગ્યાં. ત્યાં સુધી કે ગ્રીક, રોમન કાળમાં મંદિરની આસાપાસ જનારા લોકોનું માથું ઉડાવી દેવામાં આવતુ હતું. ભયના કારણે તે સમયે પણ લોકો અહીં જવાથી ડરતા હતાં. વૈજ્ઞાનિકોના સંસોધન બાદ અહીં થતા મોતનું કોકડૂ ઉકેલાયુ છે. વૈજ્ઞાનિકોનું કહેવુ હતું કે આની પાછળ મંદિરની સપાટીથી સતત નિકળી રહેલી કાર્બન ડાયોકસાઈડ ગેસ છે.

આ જગ્યાને લઈને જર્મનીના ડુડ્સબર્ગ-એસેન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર હાર્ડી પકાંજનંક કહેવુ છે કે અહીં થયેલા અભ્યાસ પરથી અહીં વધારે માત્રામાં કાર્બન ડાયોકસાઇડ હોવાનું જાણવા મળ્યું છે. તેમનું કહેવુ છે કે એવુ હોઈ શકે છે કે આ ગુફા એવી જગ્યા પર હોય, જ્યાં પૃથ્વીની સપાટીથી નીચે ઝેરીલી ગેસ નિકળી રહી હોય. અભ્યાસ મુજબ, આ પ્લૂટો મંદિરની નીચે બનેલી ગુફામાં કાર્બન ડાયોકસાઇડ ખૂબ જ વધારે માત્રામાં છે. અહીં 91 ટકા સુધી છે. આશ્ચર્યજનક રૂપથી ત્યાંથી નિકળી રહેલી વરાળના કારણે ત્યાંથી આવતા કીડી-મકોડા અને પશુ-પક્ષી મરી જાય છે. ગ્રીક ભૂશાસ્ત્રી સ્ટ્રાબો પણ આ જગ્યાને જાનલેવા માને છે. તેમનું કહેવુ છે કે આ જગ્યા સંપૂર્ણપણે વરાળથી ભરેલી હોવાને કારણે ઘણી ધુંધળી દેખાય છે અને અહીં જમીન પણ મુશ્કેલીથી દેખાય છે.

ઈટાલીના એક પુરાત્તવવિદ્દ ફ્રાન્સેસ્કો ડી-એન્ડ્રીયાનું કહેવુ છે કે ખોદકામ દરમ્યાન ગુફાની જાનલેવાની સ્થિતિ સ્પષ્ટ જોઈ શકાય છે. અહી કાર્બન ડાયોકસાઇડના ધુમાડાના કારણે અસંખ્ય પક્ષી મરી ગયા છે, કારણકે તેમણે તેની નજીક જવાના પ્રયત્ન કર્યો હતો. એન્ડ્રીયાનો દાવો છે કે અહીં આવનારા લોકોને નાના-નાના પક્ષી આપવામાં આવે છે, જેથી તેઓ ગુફાના ઘાતક પ્રભાવોની અસરનો ટેસ્ટ કરી શકે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter