GSTV
Home » News » ભારતને વિશ્વ વિજેતા બનાવનાર બન્યા હવે મહિલા ક્રિકેટ ટીમના કોચ, લાગી લોટરી

ભારતને વિશ્વ વિજેતા બનાવનાર બન્યા હવે મહિલા ક્રિકેટ ટીમના કોચ, લાગી લોટરી

મહિલા ક્રિકેટ ટીમમાં હરપ્રિત કૌર અને મિતાલી રાજ વચ્ચે વિવાદમાં કોચ રમેશ પોવારનો ભોગ લેવાઈ ગયો છે. મિતાલીનો વિરોધ કર્યા વિના ટી-20ની કપ્તાન હરમનપ્રીત કૌર અને ઉપ કપ્તાન સ્મૃતિ મંધાનાએ પોવારનું સમર્થન કર્યુ હતું. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ પોવારનો કાર્યભાર વધાર્યો નહી. જેને પગલે રમેશ પોવારની કારકીર્દી ડૂબી ગઈ છે. જેને પગલે મહિલા ક્રિકેટ ટીમ માટે નવા કોચની તૈયારીઓ શરૂ કરી દેવાઇ હતી. આખરે નવા કોચ ફાયનલ કરી દેવાયા છે.

સમિતિમાં પૂર્વ કપ્તાન કપિલ, ગાયકવાડ અને એસ રંગાસ્વામી સામેલ

ભારતીય પુરૂષ ટીમને વિશ્વકપ જીતાવનાર ગૈરી કસ્ટર્ન અને ડબલ્યૂવી રમન મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ હશે. આ બંન્નેને (20 ડિસેમ્બર)થી આ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. બીસીસીઆઇની એડ હોક સમિતિએ ગુરૂવારે આ દિવસે પૂર્વ ક્રિકેટરોનું ઇન્ટરવ્યૂ કર્યુ અને તેના પછી કોચ તરીકે તેમના નામની ભલામણ કરી દીધી. આ સમિતિમાં પૂર્વ કપ્તાન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને એસ રંગાસ્વામી સામેલ હતાં.

કસ્ટર્ન 2011 થી 2013 સુધી દક્ષિણ આફ્રિકાના કોચ રહ્યા

બીસીસીઆઇની એડહોક સમિતિએ મહિલા ટીમના કોચ માટે ગૈરી કસ્ટર્ન અને ડબલ્યૂવી રમનનું નામ શોર્ટલિસ્ટ કર્યું. ગૈરી ક્ટર્ન દક્ષિણ આફ્રીકાના પૂર્વ ક્રિકેટર છે અને 2008થી 2011 સુધી ટીમ ઇન્ડિયાના કોચ રહ્યા છે. ભારતે તેમના કાર્યકાળ દરમિયાન જ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં વિશ્વ કપ જીત્યો હતો. કસ્ટર્ન તેના પછી 2011 થી 2013 સુધી દક્ષિણ આફ્રિકાના કોચ રહ્યા. ગૈરી કસ્ટર્ન હાલમાં આઇપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂના કોચ છે

28 પૂર્વ ક્રિકેટર અથવા કોચોએ આવેદન કર્યુ

બીસીસીઆઇએ નવા કોચ માટે આવેદનો મંગાવ્યા હતાં, જેના માટે 28 પૂર્વ ક્રિકેટર અથવા કોચોએ આવેદન કર્યુ હતું, જેમાથી પસંદ થયેલા કેટલાક ઉમેદવારોને ઇન્ટરવ્ચૂ માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાંથી ડબલ્યૂવી રમન સિવાય વેંકટેશ પ્રસાદ, મનોજ પ્રભાકર, ટ્રેંટ જાંસ્ટન, દિમિત્રી માસ્કરેન્હાસ, બ્રેડ હાગ અને કલ્પના વેંકટાચાર સામેલ રહ્યા હતાં. કસ્ટર્ન સહિત આવેદકો પાસેથી સ્કાઇપ અને એક પાસે ફોન પર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.

Related posts

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah

મહેસાણા: વ્યાજખોરો બેફામ, એક વર્ષથી વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે જીવન ટુંકાવ્યું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!