GSTV
Home » News » ગુજરાતમાં લસણ અને ડુંગળી પકવતા ખેડૂતો રડવાનો વારો

ગુજરાતમાં લસણ અને ડુંગળી પકવતા ખેડૂતો રડવાનો વારો

ખેડૂતોની હિતેચ્છુ હોવાનો દાવો કરતી રાજ્ય સરકારમાં લસણ અને ડુંગળી પકવતા ખેડૂતો રડવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં ક્યા કારણો જવાબદાર બન્યા છે કે,આજે ગરીબોની કસ્તુરી પકવતા ખેડૂતની આ સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે અને લસણના ભાવ કિલોએ પૈસામાં પહોંચી ગયા છે. ખેડૂતે ગાંઠનું ગોપી ચંદન ઘસીને લસણ વેચવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્યમાં એકાએક લસણના ભાવ ગગડવા પાછળના કારણો પર નજર કરીએ તો.

ચાલુ વર્ષે વરસાદની અછત રહી. ત્યારે ખેડૂતોએ બિયારણ માટે સંગ્રહ કરાયેલુ લસણ વેચવા માટે કાઢ્યુ છે. તો દેશભરમાં લસણની નિકાસનો બજારમાં અભાવ છે.

લસણનું તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ મબલક ઉત્પાદન થયુ છે. જોકે મધ્ય પ્રદેશ સરકારે 640 રૂપિયા મણના ભાવે ભાવાંતર યોજના હેઠળ લસણની ખરીદી કરી ખેડૂતોને રાહત આપી છે. પણ ગુજરાત સરકાર વિચારણા જ કરી રહી છે.

વિશ્વભરમાં ચીનના લસણની બોલબાલા છે. જે ભારત કરતા સસ્તુ પણ છે અને ડિમાન્ડ છે. મધ્યપ્રદેશમાં પણ મબલક લસણ ઉત્પાદનથી ત્યાંનુ લસણ ચાર રૂપિયે કિલો ગુજરાતમાં ઠલવાય છે. અને હજુ ગુજરાતમાં ખેડૂતો પાસે લસણનો સ્ટોક છે. તેથી ભાવ ગગડી રહ્યા છે.

સમગ્ર દેશમાં લસણનું 17 લાખ ટન ઉત્પાદન થયુ છે. ખેડૂતોએ વાવેતર માટે સંગ્રહ કરેલા લસણનું પણ પાણીના અભાવે વેચાણ થાય છે. લસણની મધ્યપ્રદેશ અને રાજસ્થાનમં પણ એક લાખ ગુણી આવક થઈ છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 25-30 લાખ ગૂણીનો સ્ટોક હજુ પડ્યો હોવાનો અંદાજ છે. એક મણ લસણની પડતર ખેડૂતને  મણે રૂા. 400-450 આસપાસ થતી હોય છે. તેનાથી નીચા ભાવે વેચાણ થાય તો ખેડૂત ખોટ જ કરતો હોય છે. ગુજરાતમાં લસણની સ્થિતિ પર નજર કરીએ તો.

લસણની એપ્રિલ અને મે મહિનામાં પીક-સિઝન જોવા મળે છે. બજારમાં સરેરાશે 600થી 700 રૂપિયાનો લસણનો ભાવ રહે છે. શિયાળુ સિઝનમાં 10 હજાર હેકટરમાં વાવેતર થતુ હોય છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણ પાકે છે. ગત વર્ષે રવિ સિઝનમાં19, 400 હેકટરમાં લસણનું વાવેતર થયુ હતુ. 20થી 25 ટકા સ્ટોક ખેડૂતો પાસે પેન્ડિંગ રહ્યો હતો.

આ વર્ષે ખેડૂતોએ નવા બિયારણ માટે લસણ વેચાણમાં કાઢતા ભાવ ગગડ્યા. વર્ષ 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાનું લોલિપોપ આપતી સરકાર ખેડૂતોને હાલમાં ભાવ અપાવી શકતી નથી. તે સ્પષ્ટ દેખાય છે.

Related posts

નકલી આરસી બુક બનાવતા શખ્સની ધરપકડ, આ લોકોને કરતો હતો ટાર્ગેટ

Nilesh Jethva

પૈસાની લેણદેણ હોય કે મોબાઈલ પોર્ટ, 16 ડિસેમ્બરથી બદલાઈ જશે આ 2 નિયમો

Mansi Patel

મહેન્દ્રસિંહ ધોની ફસાયો : 42 કરોડ રૂપિયા વસૂલવા આ ગ્રાહકો સુપ્રીમમાં પહોંચશે, ફી પેટે મળી છે રકમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!