GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

રાજકોટ / ખેલૈયાઓ માટે સારા સમાચાર, હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર ગરબે રમી શકાશે

કોરોનાકાળમાં બે વર્ષ નવરાત્રીની જાહેર ઉજવણી બંધ રહ્યાં બાદ હવે આ વર્ષે નવરાત્રી ધામધૂમથી ઉજવણી થવાની છે, જેની  ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈ રહયા છે. જો કે રાજકોટમાંઆ વર્ષની નવરાત્રી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ખેલૈયાઓ નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર ગરબે રમી શકશે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે  આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.  ઉલ્લેખનીય છે કે પહેલ 10 વાગ્યા સુધીની જ મંજૂરી આપવામાં આવી હતી, જેને કારણે ખેલૈયાઓ અને આયોજકોમાં નારાજગી ઉભી થઇ હતી. 

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નવરાત્રી સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન ગરબા માત્ર રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચનાઓ જાહેર કરાઈ હતી. આ સુચનાઓ અંગે પોલીસ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. રાત્રીના 10 વાગ્યા બાદ પોગ્રામ ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી પણ કરવાનો પણ આદેશ અપાયો હતો. જો કે હવે આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

નવરાત્રીનું આયોજન કરતા આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પર રાખવામાં આવતી ખાનગી સિક્યોરિટી અને સીસીટીવી સહિતની વિગતો રવિવાર સુધીમાં પોલીસને જમાં કરાવવાની રહેશે. જો આ વિગતો પોલીસને રવિવાર સુધી નહી આપવામાં આવે તો ગરબા આયોજકને મળેલી પરવાનગી રદ કરવા સુધીની કાર્યવાહી પણ પોલીસ કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV