GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

મનાલી થયું ટુરિસ્ટોથી પરેશાન, સ્થાનિક વહીવટી તંત્ર કરાવે આ કામ

હિમાચલ પ્રદેશની પર્યટન નગરી મનાલીમાં દર ઉનાળે પર્યટનની મોજ માણવા જતાં લાખો ટુરિસ્ટો પાછા જાય ત્યારે કૂડા કચરાના ઢગલા છોડતા જાય છે. આ વરસે અહીં કચરાના ડુંગરો સર્જાયા હોવાનું સ્થાનિક વહીવટી તંત્રે મિડિયાને જણાવ્યું હતું.

સરકારી પ્રવક્તાએ કહ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં અહીં 2000 ટન કચરો ભેગો થયો હતો. (એક ટન એટલે એક હજાર કિલો). આ વરસે અહીં બે લાખથી વધુ ટુરિસ્ટ આવ્યા હતા અને એમની વિદાય પછી અહીં કચરાના ડુંગરા જોવા મળ્યા હતા. ટુરિસ્ટો તો હજુ પણ આવી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર સફાઇ કરાવી રહ્યું છે.

પરંતુ આ કામ એટલું સહેલું નથી કારણ કે કચરામાં વિવિધ પ્રકારની સામગ્રી છે જે છૂટી પણ પાડવી પડે. રોહતાંગ દર્રે અને સોલંગથી શરૂ કરીને છેક મનાલી શહેર અને એની આસપાસની હૉટલો નજીક કચરાના ઢગલા જોવા મળે છે.

જેમાં મોટે ભાગે પ્લાસ્ટિકનો કચરો વધુ છે જે પર્યાવરણ માટે ગંભીર સમસ્યા સર્જી શકે છે. મનાલી નગરપાલિકાના એક અધિકારીએ કહ્યું કે રોજનો લગભગ એકસો ટન કચરો દૂર કરી શકે એવી મશીનરી આજકાલમાં કામ કરતી થઇ જશે.

Read Also

Related posts

21 જૂલાઈથી 3 ઓગષ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા, કોરોના ટેસ્ટ જરૂરી

Mansi Patel

LAC પર તણાવને લઈને ભારત-ચીનના મિલીટ્રી કમાંડરોની વચ્ચે વાતચીત ખતમ,મોલ્ડોમાં થઈ બેઠક

Mansi Patel

ચીન લદ્દાખ બોર્ડર પાસે આ રીતે સૈન્ય કાફલો કરી રહ્યો છે એકત્ર, સેટેલાઈટ તસવીર આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!