GSTV

સરકાર ભલે નવરાત્રીની છૂટ આપે પણ અમે નહીં કરીએ ગરબાનું મોટુ આયોજન, આ શહેરના આયોજકોએ લીધો નિર્ણય

Last Updated on September 12, 2020 by

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે આ વખતે નવરાત્રી અંગેની પરવાનગીમાં કેટલીક છૂટછાટ અને નિયંત્રણ સાથે આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે સુરતના ગરબા આયોજકો મોટા આયોજનો કરવાનો નિર્ણય માંડી વાળ્યો છે. દર વર્ષે સુરતમાં મોટાપાયે ગરબાના આયોજનો કરનાર હિરેન કાકડીયા અને ડેનિભાઈએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર ભલે છૂટછાટ અને નિયંત્રણ સાથે નવરાત્રીના આયોજનો કરવાની પરવાનગી આપે, પરંતુ આયોજકો પાસે તેટલો સમય હવે રહ્યો નથી.

દર વર્ષે મોટાપાયે અયોજનો પહેલા છ માસ અગાઉ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. જેમાં ઍડ્વર્ટાઇઝમેન્ટ અને સ્પોન્સરશિપ પણ શોધવી પડે છે.જો કે હવે એટલો સમય નથી રહ્યો કે ઍડ્વર્ટાઇઝમેન્ટ અને સ્પોન્સરશીપવાળી કંપનીને શોધી શકાય. કોરોનાની મહામારી વચ્ચે હાલના સંજોગોમાં સ્પોન્સરશિપ મળવું પણ મુશ્કેલ બન્યું છે.જેથી આ વખતના આયોજનો માંડી વળવામાં આવ્યા છે. જો કે શેરી- ગરબાના આયોજનને પરવાનગી આપવામાં આવવી જોઈએ, જેથી નાના વેન્ડરને રોજગારી પણ મળી શકે.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!