GSTV

ગરબા આયોજકોએ આપવો પડશે આવક-જાવકનો હિસાબ, ગ્રાહકો પાસેથી આડેધડ રકમ વસૂલી હશે તો….

Last Updated on October 14, 2019 by Bansari

જીએસટી વિભાગે સતત બીજા દિવસે વડોદરામાં ગરબા આયોજકોને ત્યાં દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આજે યુનાઇટેડ વે ગરબા આયોજકની ઓફિસે સર્વે હાથ ધરાયો છે. આ સાથે રાજવી પરિવાર દ્વારા  આયોજિત પેલેસ હેરિટેજ ગરબાની ઓફિસે પણ સર્વે કરવામાં આવ્યો છે. ગ્રાહકો પાસેથી આડેધડ રકમ વસુલાઈ હશે તો ગરબા આયોજકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને આવક અને જાવકનો હિસાબ માગવામાં આવશે.

20 લાખથી વધુની આવક કરતા મોટા ગરબા આયોજકોને ત્યાં છેલ્લા ત્રણ દિવસથી જીએસટી વિભાગ સર્વે કરી રહ્યું છે. ગરબા આયોજકોને પાસની કેટલી આવક થઈ, ખાણી પીણીના સ્ટોલથી લઈ ગરબા માટેના તમામ કોન્ટ્રાકટ કેટલામાં આપવામાં આવ્યો તેના તમામ દસ્તાવેજો જપ્ત કરી ચકાસણી કરવામાં આવી રહી છે.

યુનાઈટેડ વે ગરબાના આયોજકો યુવતીઓ પાસેથી 900 જ્યારે યુવકો પાસેથી 4 હજાર 500 રૂપિયા વસુલે છે. જયારે 9 કરોડ જેટલી આવક તેમને થાય છે.જીએસટી વિભાગે એસઆરપીનો બંદોબસ્ત રાખી કાર્યવાહી હાથધરી છે.

Read Also

Related posts

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

મહાનગરની મોટી માથાકૂટ / શહેરના આ વિસ્તારમાં હજારો લોકો ટ્રાફિકથી ત્રસ્ત, મારામારી પર ઉતરવાની તૈયારીમાં : સ્માર્ટ સિટીનું ભંગાર આયોજન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!