GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદઃ હાટકેશ્વરમાં ઓવરબ્રિજ પર 1 માસથી વિકાસનું ગાબડું, વાહન ચાલકોને હાલાકી

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર એક માસથી ગાબડું પડ્યા બાદ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. જો કે બ્રિજ બંધ હોવાને કારણે સ્થાનિકો સહિત વાહન ચાલકો ટ્રાફિક સમસ્યાની હાલાકી ભોગવી રહ્યાં છે. બ્રિજ બંધ હોવાથી આસપાસના વેપારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

ચાર વર્ષ બાદ અનુપમ બ્રિજ શરૂ થયો ત્યારબાદ હાટકેશ્વર બ્રિજ બંધ થયો છે. ખોખરા, હાટકેશ્વર, અમરાઇવાડી અને મણિનગરના વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યાની હાલાકી ભોગવી રહ્યાં છે. જો આગામી દિવસોમાં બ્રિજ શરૂ નહીં થાય તો વેપારી દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, દર ચોમાસે થોડા વરસાદમાં જ સ્માર્ટી સિટી અમદાવાદના રસ્તાઓની હાલત મગરપીઠ જેવી થઇ જાય છે. રસ્તા પરથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી બની જતું હોય છે. અમદાવાદમાં ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી ઓર્થોપેડીક સર્જનની પ્રેકટીસ વધી જાય તેવી સ્થિતી પેદા થતી હોય છે.

કારણકે અમદાવાદમાં દર ચોમાસે રસ્તાની હાલત દયનીય બની જતી હોય છે. ચોમાસાના ચાર મહિના સુધી ડિસ્કો રોડ પરથી જવા લોકો મજબૂર બનતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના રસ્તા એટલા બધા ખરાબ થઈ ગયા છે કે લોકો રસ્તા રિપેર થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.

READ ALSO

Related posts

ચેતવણી/ દુનિયાના આરોગ્ય સામે જોખમી કોરોના જેવો નવો વાયરસ પશ્ચિમ રશિયામાંથી મળ્યો, ચામાચિડિયામાં જોવા મળ્યા આ લક્ષણો

HARSHAD PATEL

રાજકારણ / 27 વર્ષનું સાશન છત્તાં ગુજરાતમાં આ બેઠકો તોડવામાં ભાજપ નિષ્ફળ, મોદી અને શાહની રણનીતિ પણ નથી રહી સફળ

pratikshah

શું Flipkart પર નકલી iPhone વેચાઈ રહ્યો છે? સોશિયલ મીડિયામાં એક ટ્વીટે મચાવ્યો હોબાળો

Damini Patel
GSTV