GSTV
Home » News » ગણપતિ વિસર્જનનું સર્વશ્રેષ્ઠ મૂહુર્ત કયુ છે? આ વિધીથી બાપ્પાને આપો વિદાય

ગણપતિ વિસર્જનનું સર્વશ્રેષ્ઠ મૂહુર્ત કયુ છે? આ વિધીથી બાપ્પાને આપો વિદાય

ભદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી તિથીથી ચતુર્દશી તિથિ સુધી ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવા માટે ઉજવવામાં આવે છે. શ્રી ગણેશ મૂર્તિની સ્થાપના ચતુર્થી પર થાય છે અને વિસર્જન ચતુર્દશી કરવામાં આવે છે. કુલ મળીને આ નવ દિવસોને ગણેશ નવરાત્રી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મૂર્તિનું વિસર્જન કરીને ભગવાન ફરી કૈલાસ પર્વત પર પહોંચી જાય છે.

સ્થાપના કરતાં વિસર્જનનો મહિમા વધુ છે. આ દિવસે અનંત શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. તેથી, આ દિવસને અનંત ચતુર્દશી પણ કહેવામાં આવે છે. કેટલાક વિશેષ ઉપાય કરવાથી આજના જીવનની મુશ્કેલ સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. આ વખતે અનંત ચતુર્દશી અને ગણેશ વિસર્જનનો તહેવાર 12 સપ્ટેમ્બર છે.

શું છે વિસર્જનની વિધી

  • આ દિવસે વહેલા સવારથી ઉપવાસ રાખવો જરૂરી છે અથવા ફક્ત ફળાહાર કરો.
  • ઘરમાં સ્થાપિત મૂર્તિનું વિધિવત પૂજન કરો, પૂજનમાં નારિયળ, શમી પત્ર અને દુર્વા જરૂર અર્પિત કરો.
  • તે બાદ મૂર્તિને વિસર્જન માટે લઇ જાઓ. જો પ્રતિમા નાની હોય તો ખોળામાં અથવા માથા પર મૂકીને લઇ જાઓ.
  • મૂર્તિને લઇ જતી વખતે ભગવાન ગણેશને સમર્પિત અક્ષત ઘરમાં જરૂર વિખેરો.
  • ચામડાનો બેલ્ટ, ઘડિયાળ અથવા પર્સ પાસે ન રાખો, ખુલ્લા પગે મૂર્તિનું વહન અને વિસર્જન કરો.
  • પ્લાસ્ટિકની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના ન કરો અને તેનું વિસર્જન પણ ન કરો. માટીની મૂર્તિ સર્વશ્રેષ્ઠ છે.
  • વિસર્જન પછી હાથ જોડીને ગણપતિ બાપ્પા પાસે કલ્યાણ અને મંગલની કામના કરો.

વિસર્જનનો શુભ સમય

આ વખતે સવારે 6 થી સવારે 7 વાગ્યા સુધી ગણેશ મૂર્તિના વિસર્જન માટે સારું માનવામાં આવે છે. આ સિવાય તમે બપોરે 1.30 થી બપોરે 3 વાગ્યાની વચ્ચે મૂર્તિનું વિસર્જન કરી શકો છો. આ વખતે ચતુર્દશી 12 સપ્ટેમ્બરે 5 વાગીને 6 મિનિટથી લઇને બીજા દિવસે સવારે 7 વાગીને 35 મિનિટ સુધી હશે. તેવામાં સર્વશ્રેષ્ઠ મુહૂર્તની વાત કરવામાં આવે તો સવારે 4 વાગીને 38 મિનિટથી સવારે 9 વાગ્યા સુધી રહેશે.

Read Also

Related posts

રીક્ષામાથી બાળકી પટકાતા મોત, ચાલકે ટાયર ચડાવી દીધુ હતું પથ્થર પર

Nilesh Jethva

ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું

Nilesh Jethva

ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!