GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

લોર્ડ્ઝ બાદ ગાંગુલીની વધુ એક ફોટો વાયરલ, જોઈને ફેન્સે પણ આપી આ કમેન્ટ્સ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીને બાલકની સાથે કદાચ વધુ લગાવ છે. કેટલાક ફેન્સને લાગે છે કે આ લવસ્ટોરી વીર-ઝારા કરતાં પણ બહેતર છે. બોર્ડ પ્રમુખ ગાંગુલી હાલમાં પોતાનો મોટા ભાગનો સમય ઘરમાં જ પસાર કરી રહ્યા છે. કોરોના વાયરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં ગાંગુલી કોલકાતાના પોતાના ઘરમાં જ બંધ છે.

ઘરમાં આંબાનું ઝાડ ઉપાડવું જરૂરી

ગાંગુલીએ પોતાના ઘરની બાલકનીમાં ઉભા રહીને એક આંબાનું ઝાડ ખેંચ્યું અને તેને પાછું ગોઠવી દીધું. આ અંગે ગાંગુલીએ એક ફોટો શેર કર્યો છે અને આ પોસ્ટમાં લખ્યું છે કે ઘરમાં આંબાનું ઝાડ ઉપાડવું જરૂરી હતું અને તેને ઉપર ખેંચીને ફરીથી ફિક્સ કરી નાખવામાં આવ્યું.

તસવીરને લોર્ડ્ઝની બાલ્કની સાથે સરખાવી

ઉલ્લેખનીય છે કે અમ્ફાન વાવાઝોડામાં બંગાળ અને ઓડિશામાં ભારે નુકસાન થયું છે. કોલકાતામાં પણ તેની માઠી અસર પડી છે. ગાંગુલીના આ ફોટો બાદ ફેન્સને મજા પડી ગઈ છે અને તેઓ તેની ઉપર કોમેન્ટ કરી રહ્યા છે તો કેટલાકે તો બાલકનીના આ તસવીરને લોર્ડ્ઝની બાલકની સાથે સરખાવી છે જ્યાં 2000ના જુલાઈમાં સૌરવ ગાંગુલીએ ટી શર્ટ કાઢીને ફંગોળી ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં ભારતના શાનદાર વિજયની ઉજવણી કરી હતી.

READ ALSO

Related posts

લૉકડાઉન દરમ્યાન EMI પર વ્યાજમાં છૂટના મામલામાં RBIએ સુપ્રિમ કોર્ટમાં આપ્યો જવાબ

Mansi Patel

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva

મોદીનો માસ્ટરસ્ટ્રોક: આ દેશના જંગી યુદ્ધ જહાજ, ફાયટર જેટ અને સૈન્ય મથકોનો ભારત કરી શકશે ઉપયોગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!