કોવિડ -૧૯ના કોઇ લક્ષણો શરદી માથું કે ઉધરસ તાવ જણાય ત્યારે કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવો જરુરી બને છે. કેટલાકે લક્ષણો ના હોયતો પણ કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવતા પોઝિટિવ હોવાનું ધ્યાનમાં આવ્યું છે પરંતુ બીસીસીઆઇ અધ્યક્ષ અને ખ્યાતનામ પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી એક બે કે ત્રણ ચાર નહી પરંતુ ૨૨ વાર કોરોના ટેસ્ટ કરાવ્યો છે. આ અંગે તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે વ્યવસાયિક જરુરીયાત જણાતા ચાર મહિનામાં આટલા બધા ટેસ્ટમાંથી પસાર થવું પડયું છે.ગાંગુલી સપ્ટેમ્બર થી નવેમ્બર સુધી યુનાઇટેડ આરબ અમિરાતમાં આઇપીએલમાં આયોજનમાં વ્યસત હતા.
આ કારણે ગાંગુલીએ કરાવવો પડ્યો કોરોના ટેસ્ટ

ગાંગુલીએ એક વર્ચુઅલ મીડિયા કોન્ફરન્સમાં આ ખુલાસો કર્યો હતો કે પોતાને એક પણ વાર કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યો નથી પરંતુ તેમની આસપાસના લોકો પોઝિટિવ જણાતા કોવિડ -૧૯ ટેસ્ટમાંથી પસાર થવું પડયું હતું. તેણે એવો પણ ખુલાસો કર્યો હતો કે હું મારા વૃધ્ધ માતા પિતા સાથે રહું છું આથી દુબઇ પ્રવાસ અંગે ચિંતિત રહેતો હતો. મારા પોતાના માટે નહી પરંતુ સમુદાય માટે કારણ કે આપણા દ્વારા કોઇ સંક્રમિત થવું જોઇએ નહી.

જો કે અત્યાર સુધી કરાવેલા તમામ રિપોર્ટના પરીણામ નેગેટિવ આવ્યા છે તે જોતા સૌરવ ગાંગુલી સાચા અર્થમાં કાળજી લે છે. કોવિડ-19ના નિયમોનું પાલન પણ કરે છે.
Read Also
- મોડાસામાં UGVCLના કર્મચારીઓએ પડતર માંગ સાથે વિરોધ કર્યો, 3 હજાર કર્મી હડતાળ પર ઉતર્યા
- કોરોના વેક્સિન લગાવતા પહેલા અને પછી દારૂ પીવો ઘાતક સાબિત થઈ શકે છે, જાણી લો તેના સાઈડ ઈફેક્ટ્સ
- દરરોજ ખોરાક લેતા સમયે કરો દહિંનુ સેવન, પેટને લગતી સમસ્યાઓથી મળશે છુટકારો
- શું બાઈડેનના શપથગ્રહણ પહેલા વૉશિંગ્ટન છોડી ચાલ્યા જશે ટ્રંપ, આપ્યા આ સંકેત
- વિવાદ બાદ WhatsApp ની પીછેહઠ, આ તારીખ સુધી નહી થાય તમારું એકાઉન્ટ ડિલીટ