GSTV
Cricket Sports Trending

સહેવાગની ગાંગુલી પર ટ્વીટરબાજી ‘દાદા આપ તો માંથુ છો અને હું પગ’

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગનો આજે 40મો જન્મદિવસ છે. સૌરભ ગાંગુલીએ સેહવાગને જન્મદિવસની બધાઈ આપી ત્યારે સેહવાગને ‘વીરુ સર’ કહીને બોલાવ્યાં. તેના પર સેહવાગે તેની યૂનિક શૈલીમાં જવાબ આપતા લખ્યું કે “દાદા તમે તો શિર છો અને હું પગ છું. શૂભકામનાઓ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ‘

સેહવાગના જન્મદિવસ પર, સૌરવ ગાંગુલીએ લખ્યું, “વીરુ સર, (વીરિંદર સેહવાગ) જન્મદિવસની શુભેચ્છા.” આનો જવાબ આપતાં સેહવાગે બંનેમાંથી વરિષ્ઠ અને માનનીય કોણ છે તે કહેવા માટે સમય લીધો નથી.

વીરેન્દ્ર સેહવાગનો આંતરરાષ્ટ્રીય કારકિર્દી સૌરવ ગાંગુલીની કપ્તાની હેઠળ હતી. સેહવાગ અગાઉ મધ્યમ ક્રમના બેટ્સમેન હતા અને ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે રમ્યા હતા. પરંતુ સૌરભ ગાંગુલી એવા હતાં કે જેમણે આ ખેલાડીની પ્રતિભાને માન્યતા આપી હતી અને રમતના તમામ સ્વરૂપમાં તેને ઓપનિંગ બેટ્સમેન બનાવ્યો હતો. આ પછી શું થયું તે આજે ઇતિહાસમાં છે.

સૌરભ ગાંગુલીના આ નિર્ણયથી વીરેન્દ્ર સેહવાગ અને ભારતીય ક્રિકેટની દિશા બદલાઈ ગઈ. સેહવાગનું નામ હજી પણ વિશ્વના સૌથી જૂના ઓપનરમાંનું એક છે. તેણે 104 ટેસ્ટ મેચો, 251 વનડે અને 19 ટી-20 મેચો આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રમ્યા હતા. વીરુના નામે કુલ 38 ઇન્ટરનેશનલ સદી છે.

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV