GSTV
Gujarat Government Advertisement

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર

આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટનો દમદાર અવતાર જોવા મળ્યો છે. આ ફિલ્મમાં આલિયા ખૂબજ અલગ અંદાજમાં આવનારી છે. ફિલ્મ માટે આલિયાએ પોતાના હાવ ભાવ અને ટોન ઉપર ખૂબજ મહેનત કરવી પડી છે. જે ટીઝરમાં ખૂબ જ સાફ દેખાઈ રહી છે.

Gujarat Government Advertisement

નિર્દેશક સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ ડૉનની ભૂમિકામાં જોવા મળી છે. આલિયાની આ ફિલ્મ મુંબઈ માફિયા પર આધારિત છે. ફિલ્મની વાર્તા લેખક એસ હુસેન જૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈમાંથી લેવામાં આવી છે. ફિલ્મમાં આલિયા મુંબઈની ખતરનાક મહિલા માફિયા ગંગૂબાઈના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં આલિયા ખૂબ જ દમદાર અવતારમાં દેખાઈ રહી છે.

જન્મદિવસ પર રિલીઝ કરાયું ટીઝર


નિર્દેશક સંજય લીલા ભણસાલીના જન્મદિવસ પર ટીઝર રિલીઝ કરાયું છે. સંજયે જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી આ ટીઝર રિલીઝ કર્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું છે, તે શક્તિ સાથે ઉપર ઉઠે છે અને જિંદગીને પોતાની રીતે જીવે છે. એક મહિલા અને પુરુષની તે કળાનું જશ્ન છે, જે પ્રોમિસ કરે છે. ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની એક વધુ જબરજસ્ત કહાણી.’

ગંગુબાઈના કિરદારનો જુસ્સો સ્પષ્ટ વર્તાયો


1 મિનિટ 31 સેકન્ડના આ ટીઝર વિડિયોમાં આલિયા ભટ્ટ સંપૂર્ણ રીતે છવાઈ ગઈ છે. ટ્રેલરની શરૂઆતમાં વોઈસ ઓવરથી થાય છે. એમાં કહેવાય છે કે કમાઠીપુરામાં ક્યારેય અમાવસની રાત નથી હોતી કારણ કે ક્યાં ગંગુ રહે છે. ટીઝરમાં આલિયા ભટ્ટની એન્ટ્રી પણ જબરદસ્ત દેખાઈ ગઈ છે. તે કહે છે કે ગંગૂ ચાંદ હતી અને ચાંદ રહેશે. ફિલ્મ આલિયાના જેસ્ચર પણ ખૂબજ અપિલિંગ છે. ગંગુબાઈના રોલ માટે જે હિંમત તાકાત, ગુસ્સો અને નિડરતા જોઈએ તે આલિયામાં કિરદારમાં સ્પષ્ટ નજર આવે છે.

ડાયલોગથી છવાઈ આલિયા


ટીઝરમાં આલિયાએ એકથી વધીને એક ડાયલોગ બોલી છે. ઈજ્જતથી જીવવા માટે કોઈનાથી ડરવાનું નહીં. ન પોલીસથી ન એમએલએથી ન મંત્રીથી, કોઈના બાપથી નહીં ડરવાનું. જમીન પર બૈઠી બહુત અચ્છી લગ રહી હૈ, તું આદત ડાલ દે, કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં. જેવા ડાયલોગ બોલ્યા તે ખૂબજ દમદાર છે. આલિયા ખૂબજ એક્સ્પ્રેસિવ નજર આવી છે.

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ માટે આલિયા ન હતી પહેલી પસંદ


કમાઠીપુરાની મેડમ તરીકે જાણીતી ગંગુબાઈ કોઠેવાલીના જીવન પર આધારિત આ ફિલ્મ આલિયા પહેલા પ્રિયંકા ચોપરા અને રાની મુખર્જીને ઓફર કરી હતી. પણ રાની જોડે વાત નહિ બનતા સંજય પ્રિયંકાની પાસે ગયા. તે સમયે બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોકે, ત્યાર પછીથી તો પ્રિયંકા ચોપરા હોલિવુડ તરફ વળી ગઈ હતી. આલિયાની સંજય સાથેની ફિલ્મ ઈંશાઅલ્લાહ માળિયે મૂકાઈ ગઈ ત્યાર બાદ સંજયે ગંગૂબાઈ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ઈંશાઅલ્લાહમાં આલિયા સલમાન ખાન જોડે કામ કરવાની હતી. ફિલ્મની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી પણ આગળ કામ નહિ થતાં તે ફિલ્મને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો.

ટીઝર જોઈને આલિયાની એક્ટિંગ પર ફિદા થઈ ગયા નીતૂ કપૂર


ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું ટીઝર આવ્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને નિર્દેશક સંજય લીલા ભણસાલીની આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ ચર્ચા કરી રહ્યા છે. ફેન્સ જ નહીં ટીઝર જોયા બાદ રણવીર કપૂરની મમ્મી એટલે કે નીતૂ કપૂર પણ ખૂબ જ ખુશ છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટીઝર જોયા બાદ તેમણે આલિયા પર હેત વરસાવ્યું છે. આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીની ખૂબ ચર્ચા થઈ રહી છે. બુધવારે પહેલા નવા પોસ્ટર અને ફિલ્મની રિલીઝ ડેટ પરથી પદડો ઉચક્યાના થોડા સમય બાદ ફિલ્મનું ટીઝર સામે આવ્યું. આલિયાની આ ફિલ્મનું ટીઝર જોયા બાદ રણબીર કપૂરની માતા નીતૂ કપૂરે આલિયાની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના ટીઝર સાથે કમેન્ટ કરી છે. તેમણે લખ્યું કે, આઉટ સ્ટેન્ડિંગ Alia bhatt ખૂબ જ શાનદાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!