બોરસદના ખંડણી કેસ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારની કસ્ટડી મેળવી છે. રવિ પૂજારી બેંગાલુરૂની જેલમાં હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ટ્રાન્સફર વોરંટથી રવિ પૂજારીની કસ્ટડી મેળવી છે. ક્રાઇમ બ્રાંચની ટીમ રવિ પૂજારીને લઇને અમદાવાદ લઈ આવી. રવિ પૂજારીની કસ્ટડી મળવાથી હવે ગુજરાતમાં રવિ પૂજારી વિરૂદ્ધ નોંધાયેલા ખંડણીના ગુનાઓનો ભેદ ઉકેલાશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ચંદ્રેશ પટેલ નામના વ્યક્તિએ બોરસદમાં પાલિકાની ચૂંટણી હારી જતા સોપારી આપી હતી. જે ગુનામાં અગાઉ રવિ પૂજારીના શાર્પશૂટર સુરેશ પિલ્લઇ તેના સાગરીત શબ્બીર મોમિન અને ચંદ્રેશ પટેલના મિત્ર ઘનશ્યામની ધરપકડ કરી હતી. બોરસદમાં ફાયરિંગ અને હત્યાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે.
કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને બોરસદ ના ફાયરીંગ કેસમાં બેંગ્લોરથી અમદાવાદ ક્રાઈમ લાવી રહી છે.. રવિ પૂજારી સહીત તેના શુટરો અને સાગરીતો સામે બોરસદમા વર્ષ 2017માં બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કરવામા આવ્યુ હતું. કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ બેંગ્લોર થઈ ટ્રાન્જીટ રિમાન્ડ ના આધારે લાવી રહી છે. જેની પર સોપારી લઈ હત્યાના પ્રયાસ નો ગુનો નોંધાયો છે. વર્ષ 2017મા ચંદ્રેશ પટેલ નામના શખ્સે બોરસદમા કોર્પોરેશનની ચુંટણી હારી જતા સોપારી આપી હતી.
6 લોકો સામે બોરસદમાં ફાયરીંગ અને હત્યા ના પ્રયાસનો ગુનો નોંધાયો
જે ગુનામાં અગાઉ રવિ પૂજારીના શાર્પશૂટર સુરેશ પિલ્લાઈ તેના સાગરીત શબ્બીર મોમિન અને ચંદ્રેશ પટેલના મિત્ર ઘનશ્યામની ધરપકડ કરી હતી. આ ગુનામા ઘનશ્યામના સાઢુભાઈ શ્યામગીરી પણ સામેલ હતો. કુલ 6 લોકો સામે બોરસદમાં ફાયરીંગ અને હત્યા ના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.જે ગુનામા રવિ પૂજારી ની ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે રવિ પૂજારીની કસ્ટડી મેળવી
સમગ્ર કેસમાં અત્યાર સુધીમા કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચુકી છે. અને અન્ય આરોપી કે જેમા રવિ પૂજારી પણ ફરાર હતો. જોકે ક્રાઈમ બ્રાંચને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે રવિ પૂજારીની કસ્ટડી મેળવી છે. જેના આધારે બોરસદ કેસમાં તેની પુછપરછ કરવામા આવશે.
સમગ્ર કેસમાં હકિકત એ પણ સામે આવી હતી કે સુરષ પિલ્લાઈ ને સુરેસ અન્ના નામના વ્યક્તિએ રવિ પૂજારી સાથે સંપર્ક કરાવ્યો હતો. અને બન્ને આરોપી બરોડા જેલમા ભેગા થયા હતા.મહત્વનુ છે કે રવિ પૂજારી વિરુદ્ધ અમદાવાદ અને રાજ્યભરમા કુલ 30 જેટલા ગુના નોંધાયા છે. પરંતુ જે પ્રમાણે કોર્ટે આદેશ કર્યો છે કે રવિ પૂજારી ની ધરપકડ માત્ર બોરસદ ના ગુનામાં થશે. અન્ય કોઈ કેસની પુછપરછ પણ ક્રાઈમ બ્રાંચ કરી શકશે નહી. ત્યારે જોવુ એ રહ્યુ કે રવિ પૂજારીની પુછપરછ માં શું ખુલાસા થાય છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રવી પૂજારી સામે ૩૦ જેટલા ગુનાઓ દાખલ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમ બોરસદ કોર્ટમાં રવી પૂજારીના રિમાન્ડની માગ કરશે.
રવી પૂજારીની સેનેગલમાંથી ધરપકડ
રવી પૂજારી સેનેગલમાં એન્ટોની ફર્નાન્ડિઝ નામથી રહેતો હતો. મહત્વનું છે કે અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની આફ્રિકાના સેનેગલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. રવિ પૂજારી ભારતમાં 60થી વધુ કેસમાં વોન્ટેડ છે. રવી પૂજારી સામે ખંડણી અને ધમકી આપવાના અને હત્યાના ૨૦૦ જેટલા અલગ લગ ગુનાઓ દાખલ થયેલા છે.
READ ALSO
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા