GSTV

આજીવન જેલમાં રહેનાર ખૂંખાર ગેંગસ્ટરને પરણવા સામેથી પહોંચી વહુ, જેલમાં જ બંધાયો લગ્નનો મંડપ

જેલમાં લગ્ન? વાંચીને તમને જરાં નવાઇ લાગી રહી હશે પરંતુ પંજાબની એક જેલમાં લગ્નનો મંડપ શણગારવામાં આવ્યો હતો જ્યાં એક ગેંગસ્ટર વરરાજાના ડ્રેસમાં હતો અને દુલ્હન લાલ કપડામાં લાલા કારમાં જેલમાં એન્ટ્રી લે છે. આ લગ્ન પંજાબની નાભા જેલમાં થયાં જ્યાં અનેક ખૂંખાર કેદીઓ કેદ છે. લગ્ન માટે જેલમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.

 પંજાબની અતિસુરક્ષિત જેલોમાં નાભાના હાઇ સિક્યોરિટી જેલમાં ઉંમર કેદની સજા ભોગવી રહેલા ગેંગસ્ટર મનદીપ સિંહના લગ્ન જેલમાં થયાં. મનદીપ સિંહના લગ્ન પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટના આદેશો પર 30 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી હતી. ગેંસ્ટર મનદીપ સિંહે પોતાના લગ્ન માટે હાઇકોર્ટની શરણ લીધી હતી. આવું પહેલીવાર બન્યુ છે કે કોઇ ગેંગસ્ટરના લગ્ન જેલમાં થયાં હોય.

ગેંગસ્ટર મનદીપ સિંહની દુલ્હન જેલમાં પ્રવેશી તો પોલીસ પ્રશાસન એલર્ટ થઇ ગયું છે. લગ્નને લઇને પોલીસ પ્રશાસન તરફથી સંપૂર્ણ રીતે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલની બહારનો ભાગ પોલીસ છાવણીમાં તબદીલ કરવામાં આવ્યો હતો.

નાભા જેલમાં બ્રીઝા લાલ રંગની કારમાં દુલ્હનની જેમ શણગાર કરીને જેલની અંદર આવી. પોલીસ તેને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલની અંદર પહોંચી. હાઇ સિક્યોરિટી જેલમાં ગુરુદ્વારા સાહેબમાં અનાદ કારજ થયુ.

જણાવી દઇએ કે ગેંગસ્ટર મનદીપ સિંહે મોગામાં ડબલ મર્ડર કર્યુ હતું જેમાં સરપંચ અને તેના ગનમેનને ગોળીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી દીધો હતો. ડબલ મર્ડર કેસમાં ગેંગસ્ટરને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી હતી. પહેલાં પણ આ ગેંગસ્ટર પર 8 કેસ નોંધાયેલા છે.

આ અવસરે નાભાની મેક્સિમ સિક્યોરિટી જેલના સુપ્રિટેંડેટ મનજીત સિંહ ભંગૂએ કહ્યું કે આ નિર્ણય પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટ તરફથી સંભળાવવામાં આવ્યો હતો. જેના અંતર્ગત આ લગ્ન કરાવામાં આવ્યાં છે. બંને પરિવારો તરફથી 8 સભ્યો લગ્નમાં હાજર રહ્યાં હતા. પહેલીવાર જેલમાં કોઇ કેદીના લગ્ન થયાં છે.

ડીએસપીએ જણાવ્યું કે મનદીપ સિંહે પોતાના લગ્નને લઇને પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટના આદેશ બાદ લગ્ન બહાર થવાના બદલે જેલની અંદર જ કરવામાં આવ્યા.

Read Also

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!