GSTV
Gujarat Government Advertisement

હિચકારું કૃત્ય : અભ્યાસમાં બહેનને પાછળ રાખવા ભાઈઓ બે વર્ષ સુધી કરતા રહ્યા ગેંગરેપ

Last Updated on June 30, 2019 by

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ગેંગરેપની એક એવી ઘટના સામે આવી છે જેણે ભાઈ બહેનના સંબંધોને કલંક લગાવ્યું છે. આરોપ છે કે બે પિતરાઈ ભાઈઓએ લગભગ બે વર્ષ સુધી એટલા માટે પોતાની બહેન ઉપર બળાત્કાર કરતા રહ્યા જેથી તે તેના કરતા અભ્યાસમાં નબળી રહે. આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનામાં સ્કૂલના એક શિક્ષક ઉપર બન્ને ભાઈઓને મદદ કરવાનો અને વિદ્યાર્થિની સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે.

આ શરમજનક ઘટનાનો ખૂલાશો ત્યારે થયો જ્યારે 16 વર્ષની પીડિત કિશોરીએ પોલીસ સ્ટેશને બન્ને ભાઈઓ સામે ફરિયાદ કરી. સગીરની ફરિયાદ પર પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. આ ઘટના સીતાપુરના મહોલી પોલીસ સ્ટેશનના એક ગામની છે.

પીડિત સગીર વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, બે વર્ષ સુધી તેના બન્ને પિતરાઈ ભાઈ અને શિક્ષકે તેની સાથે બળાત્કાર કર્યો. પીડિતાના પિતાના જણાવ્યાં પ્રમાણે આરોપીઓએ તેની છોકરીનો એમએમએસ બનાવી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપીને રેપ કરતા રહ્યા હતા. જ્યારે સગીરાએ આ વાતની પરિવારને જાણ કરી ત્યારે આ કેસ પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ ઘટનાને લઈને એડિશનલ એસપી મધુવન સિંહે કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં પણ બળાત્કારની પુષ્ટી થઈ ગઈ છે. અધિકારીના જણાવ્યાં પ્રમાણે કિશોરીને બેહોશ કર્યા બાદ તેના ભાઈઓ અને શિક્ષક એક પછી એક રેપ કરતા હતા અને તેનો વીડિયો પણ ઉતારતા હતા. નિવેદનમાં જણાવ્યાં પ્રમાણે કિશોરીને આ વાતનો ખ્યાલ વીડિયો જોયા બાદ જ આવ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!