જામનગર શહેરમાં પખવાડિયા પહેલા સામુહિક દુષ્કર્મની ઘટના બન્યા પછી જામનગર જિલ્લાના ધ્રોલમાં વધુ એક સામૂહિક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવતા હાહાકાર મચી ગયો છે. ધ્રોલના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે નોકરી કરતી હંગામી મહિલા કર્મચારીને ધ્રોલના નાજ બે શખ્સોએ પોતાની હવસનો શિકાર બનાવી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસમાં નોંધાવતા ચકચાર જાગી છે.
બે શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું
ગઈકાલે બપોરે દંપતિ દર્શનાર્થે જઇ રહ્યું હતું, જે દરમિયાન માર્ગમાં નિર્જન સ્થળે બંને શખ્સોએ આવી ભોગ બનનાર મહિલાના પતિને છરી બતાવી મારકૂટ કરી ભગાવી દીધો હતો, ત્યાર પછી મહિલાનું અપહરણ કરી જઇ બે શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ નોંધાવ્યા પછી ધ્રોલનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે, અને બંને શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં ૧૫ દિવસના સમયગાળામાં સામુહીક દુષ્કર્મની બીજી ઘટનાને લઇને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
મંદિરે દર્શનાર્થે જઈ રહી હતી
આ સામૂહિક દુષ્કર્મના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ માં રહેતી ૨૫ વર્ષીય યુવતી કે જે ધ્રોલ ના ગ્રામ્ય પંથકમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે હંગામી કર્મચારીની નોકરી કરે છે. જે ગઈકાલે બપોરે પોતાની ફરજ પૂરી કરીને નર્સનો ડ્રેસ પહેરીને ઘેર આવી હતી, અને બપોરે અઢી વાગ્યાના અરસામાં પોતાના પતિ સાથે એક્ટિવા પર બેસીને ધ્રોલથી બે કિલોમીટર દુર આવેલા મેલડી માતાના મંદિરે દર્શનાર્થે જઈ રહી હતી.
પતિને મારકૂટ કરી ભગાડી મૂક્યો
જે દરમિયાન મેલડી માતાના દર્શન કરીને થોડે દૂર ગોરડીયા હનુમાનજીનું મંદિર આવેલું છે, ત્યાં પણ દંપતી દર્શનાર્થે જઈ રહ્યું હતું. ત્યારે નિર્જન રસ્તા પર ડબલ સવારી બાઈકમાં આવેલા ૨ શખ્સોનો ભેટો થયો હતો, અને આ નિર્જન સ્થળે તમે શું કરો છો તેવો પ્રશ્ન કરતા બંને જણાવ્યું હતું કે, અમે બંને પતિ-પત્ની છીએ અને દર્શન કરવા જઈએ છીએ, પરંતુ ઉપરોક્ત બંને સખ્શો ધ્રોલમાં ગાયત્રી ચોકમાં રહેતા કાદર ઉર્ફે ઓઢીયો ડફેર અને અઝહરૂદ્દીન ઉર્ફે અજુડો જૂણેજા કે જે બંનેને ભોગ બનનારનો પતિ ઓળખે છે, જે બંને શખ્સોએ સૌપ્રથમ ભોગ બનનારના પતિને મારકૂટ કરી હતી અને છરી કાઢી ભગાડી મૂક્યો હતો. ત્યાર પછી તેની પત્નીને બન્ને શખ્સોએ મોટરસાઇકલની વચમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. જ્યાંથી એકાદ કિલોમીટર દૂર સુધી લઈ જઈ એક વોકળાની નીચે નિર્જન સ્થળે છરી બતાવીને બંને શખ્સોએ પરિણીતા પર વારાફરથી દુષ્કર્મ ગુજાર્યું હતું.
ધ્રોલ પોલીસ મથકે લઇ જવાયો
છરી વડે ધાકધમકી આપી હોવાથી ભોગ બનનાર કશું બોલી શકી ન હતી, અને બંનેની હવસનો શિકાર બની ગઈ હતી. ત્યાર પછી બંને આરોપીએ ભોગ બનનાર અને તેના પતિના ઝૂંટવી લીધેલા મોબાઈલ ફોન પરત આપી દીધા હતા અને ત્યાંથી ચાલતી પકડી હતી. ભોગ બનનાર કે જેણે નર્સનો ડ્રેસ પહેર્યો હતો, તે ડ્રેસ બાજુમાં પડેલો હોવાથી તેણે ફરીથી પોતાનો ડ્રેસ પહેરી અને પગપાળા ચાલીને પોતાના એકટીવા સુધી પહોંચી હતી. દરમિયાન તેણીનો પતિ અન્ય મિત્ર સાથે ત્યાં આવી પહોંચતા સમગ્ર બનાવ અંગેની જાણ કરી હતી. જેથી સૌ પ્રથમ દંપતિ જોડીયા ગામે પહોંચ્યુ હતું. જ્યાં ભોગ બનનાર યુવતીના પિતા રહેતા હોવાથી તેમને સમગ્ર ઘટનાની જાણ કરતા આ મામલો પોલીસ મથકે લઇ જવા નું નક્કી કર્યું હતું. અને મોડી રાત્રે સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથકે લઇ જવાયો
આરોપીઓને પકડી લેવા માટે કવાયત શરૂ
જ્યાં ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ઉપરોક્ત બંને આરોપીઓ કાદર ઉર્ફે ઓઢીયો ડફેર અને અઝહરૂદ્દીન ઉર્ફે અજુડો જુણેજા સામે સામૂહિક દુષ્કર્મ ગુજારવા અંગેની આઈ.પિ.સી. 376-ડી, 365, 323, 506-2 તથા જીપી એક્ટ કલમ 135-1 મુજબ ગુનો નોંધ્યો છે. જ્યારે ભોગ બનનારને મેડિકલ તપાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી હતી. તેમજ ધ્રોલ પોલીસે ચોતરફ નાકાબંધી કરી બંને આરોપીઓને પકડી લેવા માટે કવાયત શરૂ કરી દીધી છે.
READ ALSO
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!
- અમેરિકામાં હવે કોઈ મહિલાઓ નહિ કરાવી શકે અબોર્શન, SCએ પોતાનો જ 50 વર્ષ જૂનો ચુકાદો બદલ્યો; લોકો રસ્તા પર ઉતર્યા
- મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો