GSTV
Gujarat Government Advertisement

વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા ગંગોત્રી ધામના કપાટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા

Last Updated on May 15, 2021 by Bansari

વિશ્વ પ્રખ્યાત ગંગોત્રી ધામના કપાટ વિધિ-વિધાન સાથે અક્ષય તૃતિયાની ઉદય બેલા પર શનિવારે સવારે 7.30 કલાકે ખોલવામાં આવ્યા. ચારધામ યાત્રા સ્થગિત થવાના કારણે કપાટ ઉદ્ઘાટનના શુભ પ્રસંગે 21 તીર્થ પુરોહિત સામેલ થયા.

ગંગોત્રી ધામના કપાટ ખુલતાની સાથે જ પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી. તીર્થ પુરોહિતોએ કોરોના સંક્રમણથી મુક્તિ અને સુખ શાંતિની કામના કરી. આ અવસરે ગંગોત્રીમાં શીતકાળ દરમિયાન સાધના કરનારા સાધુ સંતોએ દૂરથી જ મા ગંગાના દર્શન કર્યા.

આ પ્રસંગે તંત્રના પ્રતિનિધિ તરીકે ઉપજિલ્લાધિકારી દેવેન્દ્ર નેગી, ગંગોત્રી મંદિરના અધ્યક્ષ સુરરેશ સેમવાલ, સહ સચિવ રાજેશ સેમવાલ, ગંગા પુરોહિત સભા અધ્યક્ષ પવન સેમવાલ, રાકેશ સેમવાલ, મંદિર સમિતિના સચિવ દીપક સેમવાલ, સતેન્દ્ર સેમવાલ સહિતના લોકો સામેલ થયા.

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે ગંગાના શીતકાલીન પ્રવાસે સ્થળે મુખવાથી ગંગાની ડોલી ગંગોત્રી માટે રવાના થઈ હતી. રાત્રી વિશ્રામ માટે ડોલી યાત્રા ભૈરવ ઘાટી સ્થિત ભૈરવ મંદિરે પહોંચી. ભૈરવ મંદિરથી શનિવારે સવારે ચાર કલાકે ગંગાની ડોલી યાત્રા ગંગોત્રી માટે રવાના થઈ. સાડા છ કલાકે ગંગોત્રી ધામમાં પહોંચી.

ત્યારબાદ ગંગા સહસ્ત્રનામ પાઠ, ગંગા લહિરી પાઠ, ગંગા હવન વગેરેની પૂજા કરવામાં આવી હતી. કપાટના ઉદ્ઘાટન સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે પહેલી પૂજા કરવામાં આવી હતી, જ્યારે બીજી પૂજા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતના નામે કરવામાં આવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!