GSTV
Home » News » ગુલાબગેંગના સૂત્રદ્ધારને ખતમ કરવા પ્લાન, આઠ વર્ષ પહેલા થયેલી હત્યાનો બદલો લેવા રાજકોટથી ખરીદ્યા હથિયાર

ગુલાબગેંગના સૂત્રદ્ધારને ખતમ કરવા પ્લાન, આઠ વર્ષ પહેલા થયેલી હત્યાનો બદલો લેવા રાજકોટથી ખરીદ્યા હથિયાર

અમદાવાદમાં ગેંગવાર થતાં પહેલા જ પોલીસે બે શાર્પશૂટરોને પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં અમરાઇવાડીમાં આઠ વર્ષ પહેલા ગુબાલ ગેંગ દ્વારા યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી જેનો બદલો લેવા માટે રાજકોટથી હથિયારની ખરીદી કરીને આવ્યા હતા.

જો કે પોલીસ પેટ્રોલિગ દમિયાન હથિયાર સાથે પકડાયા હતા. વેજલપુર વિસ્તારમાં પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બે શકમંદો શખ્સોને પકડીને તેમની પાસેના થેલામાં તપાસ કરી હતી જેમાંથી એક દેશી બનાવટની પિસ્તાલ અને જીવતા ૪ કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સોમાં મુળ યુ.પી વતની અને અમરાઇવાડી વિસ્તારમાં ગુલાબનગર મનીષ એસ્ટેટની બાજુમાં રહેતા સંતોષસિંહ ઉર્ફે મદન તીકોરસિંહ રાજપુત અન ગુલાબનગરમાં ગુલાબસિંગની ચાલીમાં રહેતા રાજમંગલસિંહ ઉર્ફે રાજુ રાજબહાદુરસિંહ રાજપૂત હોવાનું બહાર આવ્યું હતું.

વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એલ.બી.અડોદરાના જણાવ્યા મુજબ અરાઇવાડી વિસ્તારની એક સમયની ખુંખાર ગુલાબ ગેંગના સુત્રધ્ધાર અમીત દુબેએ એક યુવકની આઠ વર્ષ પહેલા જાહેરમાં હત્યા કરી હતી, મૃતકનો ભાઇ રાજસ્થાનથી આવવાનો હતો અને આ બન્ને જણા રાજકોટથી હથિયારની ખરીદી કરીને અમદાવાદ આવ્યા હતા.

જો કે પોલીસની સતર્કના કારણે અમરાઇવાડીમાં ખૂની ખેલ ખેલાય તે પહેલા આરોપીઓ પોલીસ સકંજામાં આવી જતાં ગંભીર ઘટના બનતાં પહેલા અટકી ગઇ હતી. પોલીસે અમીત દુબે અને રાજકોટથી આવનારા શખ્સની શોધખોળ હાથ ધરી છે, બીજીતરફ પકડાયેલા આરોપીઓની અગાઉ કેટલા ગુનામાં સંડોવણી છે તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Read Also

Related posts

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!