ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનની એક બોડિંગ સ્કૂલમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં 6 આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે ત્રણ સગીરને જૂવેનાઈલ હોમમાં મકલવામાં આવ્યા છે. દુષ્કર્મની ઘટના બાદ સગીરા ગર્ભવતી બનતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
પોલીસે સ્કૂલના ડિરેક્ટર, પ્રિન્સિપાલ સહિત નવ લોકોની ધરપકડ કરી છે. ગેંગરેપની ઘટનામાં ચાર સગીર પણ શંકાના ઘેરામાં આવ્યા છે. પોલીસે તેમની પણ ધરપકડ કરી છે. ગેંગરેપની ઘટના બાદ સગીરાની તબીયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે દરમ્યાન સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યુ હતું. સગીરા પોતાની મોટી બહેન સાથે બોડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. સમગ્ર મામલો સામે આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. અને નવ જેટલા શખ્સોની ધરપકડ કરી છે.