GSTV

ભલે ગણેશોત્સવની છૂટ અપાઇ પણ પોલીસે જાહેર કરી આ ગાઈડલાઈન, આ નિયમોનું કરવું પડશે ફરજિયાત પાલન

ahmedabad ganeshotsav

Last Updated on September 7, 2021 by Dhruv Brahmbhatt

આગામી ગણેશ મહોત્સવને લઈને કોરોના ગાઈડ લાઇનનું ફરજીયાત પાલન કરવું પડશે. આ સાથે સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે. નિયમ મુજબ 4 ફૂટથી વધુ ઊંચાઈના ગણપતિનું સ્થાપન નહીં કરી શકાય તેમજ ઘરે ગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. આ સાથે ગણેશ વિસર્જન અંગે પણ આયોજકો સહિત 15થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે. વિસર્જનના ચોક્કસ રૂટ અંગે પણ આયોજકોએ નામ સરનામાં સાથેની વિગતો આપીને પરમીટ મેળવવી પડશે. પંડાલ શક્ય હોય તેટલા નાના જ રાખવાની અપીલ કરાઇ છે. દર્શનાર્થીઓ માટે ગોળ કુંડાળું કરી સોસાયટીનું પાલન કરવું. પૂજા, આરતી ,પ્રસાદ વિતરણ કરી શકાશે. કોઈ પણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. વિસર્જન માટે માત્ર એક જ વાહનમાં 15 વ્યક્તિ જોઈ શકશે.

ganeshotsav

જાણો પોલીસે શું ગાઇડલાઇન કરી જાહેર?

 • સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે
 • નિયમ મુજબ 4 ફૂટથી વધુ ઊંચાઈના ગણપતિનું સ્થાપન નહીં કરી શકાય
 • ઘરે ગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે
 • ગણેશ વિસર્જન અંગે પણ આયોજકો સહિત 15થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે
 • વિસર્જનના ચોક્કસ રૂટ અંગે પણ આયોજકોએ નામ સરનામાં સાથેની વિગતો આપીને પરમીટ મેળવવી પડશે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ચાલુ વર્ષે ગણેશોત્સવમાં ચાર ફૂટની મૂર્તિને મંજૂરી આપતા અમદાવાદમાં મૂર્તિકારો ગણેશજીની પ્રતિમા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. શ્રીજીની પ્રતિમાનું ઘરે જ વિસર્જન કરવાનું હોવાથી માટીની પ્રતિમાની માંગમાં વધારો થયો છે. મીઠાખળી વિસ્તારના મૂર્તિકારના તે ગત વર્ષે જ એક હજાર બુકિંગ થયુ હતુ.જ્યારે આ વર્ષે અત્યાર સુધી 1200 મૂર્તિઓનું બુકિંગ થયું છે.

માટીની પ્રતિમાની પસંદગી કરી રહ્યાં છે

લોકો હવે માટીની પ્રતિમાની પસંદગી કરી રહ્યાં છે. જાહેર ગણેશોત્સવની ઉજણવણીમાં પણ લોકો માટીની મૂર્તિ તરફ વળ્યા છે..આ વર્ષે 350થી વધુ પંડાલોએ પોતાની ઇકોફ્રેન્ડલી મૂર્તિ માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે.   ગણેશઉત્સવ અંગે સરકારની જાહેરાત  અને તહેવાર વચ્ચે ઓછો સમય હોવાથી મુર્તીકારોને પ્રતિમા બનાવામા વધુ કલાક કામ કરવુ પડશે.

ગણેશ

આ શુભ મુહુર્તમાં કરો ગણપતિની સ્થાપના

અત્રે નોંધનીય છે કે, આ વર્ષે ગણેશ ચતુર્થી ઉત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. ભગવાન ગણેશના જન્મ દિવસના ઉત્સવને ગણેશ ચતુર્થી ( Ganesh Chaturthi September Date 2021) રૂપે ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે, ભગવાન ગણેશને બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા રૂપે પૂજવામાં આવે છે. આ માન્યતા છે કે ભાદ્રપદ માસમાં શુક્લ પક્ષ દરમિયાન ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશોત્સવ એટલે કે ગણેશ ચતુર્થીનો ઉત્સવ, 10 દિવસો બાદ, અનંત ચતુર્થીના દિવસે સમાપ્ત થાય છે અને આ દિવસે ગણેશ વિસર્જનના નામે ઓળખવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે શ્રદ્ધાળુ-જન ખૂબ જ ધામધૂમ સાથે રસ્તા પર જુલુસ કાઢતા ભગવાન ગણેશની પ્રતિમાનું સરોવર, ઝીલ, નદી વગેરેમાં વિસર્જન કરે છે.

 • ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત (Ganesh Chaturthi 2021 Muhuat)
 • ગણેશ ચતુર્થી શુક્રવાર, સપ્ટેમ્બર 10, 2021ના રોજ
 • મધ્યાહન ગણેશ પૂજા મુહૂર્ત- સવારે 11.03 વાગ્યાથી બપોરે 1.33 વાગ્યા સુધી
 • ગણેશ વિસર્જન(Ganesh Visarjan 2021 Date) રવિવાર, સપ્ટેમ્બર 19,2021ના રોજ
 • વર્જિત ચંદ્રદર્શનનો સમય- સવારે 9.12 વાગ્યાથી રાતે 8.53 વાગ્યા સુધી
 • ચતુર્થી તિથિ પ્રારંભ- સપ્ટેમ્બર 10,2021ના રોજ રાત્રે 12.18 વાગ્યે
 • ચતુર્થી તિથિ સમાપ્ત- સપ્ટેમ્બર 10,2021ના રોજ રાત્રે 9.57 વાગ્યે
ganesh

ગણેશ ચતુર્થી પૂજા વિધિ (Ganesh Chaturthi Pujan Vidhi)

સ્વચ્છ આસન પર બેસીને સૌથી પહેલા ગણપતિને પંચામૃતથી સ્નાન કરાવો. તે બાદ કેસરિયા ચંદન, અક્ષત, દુર્વા, પુષ્પુ, દક્ષિણા અને તેનો મનપસંદ ભોગ અર્પિત કરો. જ્યાં સુધી ગણપતિ ઘરમાં રહે, તે દરમિયાન ગણેશ ચતુર્થીની કથા, ગણેશ પુરાણ, ગણેશ ચાલીસા, ગણેશ સ્તુતિ, શ્રીગણેશ સહસ્ત્રનામાવલી, ગણેશજીની આરતી, સંકટનાશન ગણેશ સ્ત્રોત વગેરેનો પાઠ કરો. તમારી શ્રદ્ધા અનુસાર ગણપતિના મંત્રના જાપ કરો અને દરરોજ સવારે અને સાંજે તેમની આરતી કરો. માનવામાં આવે છે કે આમ કરવાથી ગણપતિ તમામ વિઘ્ન દૂર કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta

રાજસ્થાન સ્કુલ બાદ હવે હોસ્પિટલના નામને લઈને પણ શરૂ થયો વિવાદ, એકતા-સંસ્કાર પેનલ આમને સામને

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!