GSTV
Gujarat Government Advertisement

મંગળવારે ગણેશજીની સાથે કરો હનુમાનજીની પૂજા, નહીં રહે કોઈ સંકટ

Last Updated on January 30, 2018 by

મંગળવારને મંગળ ગ્રહનો વાર માનવામાં આવે છે. સાથે જ આ દિવસે ગણપતિની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે કારણ કે દેવાધિદેવ મહાદેવે ગણપતિને ગણોના અધ્યક્ષ નિમ્યા હતા. આથી ગણેશજી વિધ્નહર્તા છે અને દર મંગળવારે તેમનું પૂજન થાય છે. પરંતુ મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.

 

માન્યતા છે કે, મંગળ ગ્રહની પૂજાથી જમીન સંબંધી કાર્યોમાં વિશેષ લાભ મળી શકે છે. હનુમાનજી મંગળવારના દેવ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરવાવાળી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો દાદા તમારી પર રીઝી જાય છે   અને તમને બધાં દુઃખોમાંથી ઉગારી લે છે.

દરેક મંગળવાર હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઇએ. આ ઉપાયથી બજરંગ બલી જલ્દી જ પ્રસન્ન થાય છે.

લાલ મસૂરની દાળ દાન કોઇ જરૂરમંદ વ્યક્તિને કરવું. આ ઉપાયથી મંગળના દોષોની શાંતિ થઇ શકે છે.

શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો. શિવલિંગ પર લાલ ફૂલ અર્પણ કરવાથી મંગળ ગ્રહની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

હનુમાનજીની સામે દીપક પ્રગટાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

કોઇ એવા તળાવ અથવા સરોવર પર જવું, જ્યાં માછલીઓ હોય. ત્યાં પહોંચીને માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી. આ ઉપાય દરરોજ કરી શકાય છે.

Gujarat Government Advertisement

Related posts

જ્યોતિષ શાસ્ત્ર / સોનાના આભૂષણો પહેરવાથી થઇ શકે છે નુકશાન, પહેલા કુંડળીમાં જોઇ લો ગુરુની સ્થિતિ

Zainul Ansari

શું આ સૂર્યગ્રહણથી દેશ અને દુનિયામાં મચશે ઉથલ-પાથલ? જ્યોતિષીઓ એ કરી મોટા સંકટની ભવિષ્યવાણી

pratik shah

148 વર્ષ પછી આજે શનિ જયંતી અને સૂર્ય ગ્રહણનો અનોખો સંયોગ, જાણો ગ્રહણ સંબંધિત તમામ જાણકારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!