GSTV
Home » News » અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશ વિસર્જન નિમિત્તે વિશિષ્ટ કરાઈ વ્યવસ્થા

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશ વિસર્જન નિમિત્તે વિશિષ્ટ કરાઈ વ્યવસ્થા

આજે છે  ભાદરવા સુદ ચૌદસ અને આજે ભક્તો વિઘ્નર્તા ભગવાન ગણેશનું વિસર્જન કરશે. 1૦ દિવસના સ્થાપન બાદ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ભક્તોની આંખમાં ‘બાપ્પા’ની વિદાયના આંસું હશે તો સાથે હૃદયમાં એ વાતનો ઉત્સાહ પણ હશે કે આવતા વર્ષે ‘વિઘ્નહર્તા’ ઝડપથી આવે જેથી તેમની વધુ સારી આગતા-સ્વાગતા કરી શકાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશ વિસર્જન નિમિત્તે વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં ઢોલ-નગારા,અબીલ-ગુલાલ સાથે ભક્તો ભગવાન ગણેશનું વિસર્જન કરવા માટે નીકળશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે ૩૨ કૂંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૮ મહાકાય કુંડનો સમાવેશ થાય છે. સાબરમતી રીવરફ્રન્ટમાં મહત્તમ કુંડો બનાવવામાં આવ્યા છે. કુંડોમાં પાણી ભરવા માટે ખાસ પંપ મૂકાયા છે અને ગણેશ વિસર્જન દરમિયાન મ્યુનિસિપલ કર્મીઓના ૧૬૦થી વધુ કર્મીઓ ફરજ બજાવશે. સાબરમતી નદીના પૂર્વ વિસ્તારમાં ૨૬ અને સાબરમતી નદીના પશ્ચિમ વિસ્તારમાં કુલ ૬ એમ ૩૨ કુંડ છે.

શાસ્ત્રવિદોના મતે માટી દ્વારા નિર્મિત ભગવાન ગણેશની મૂર્તિઓ જે સ્થાપિત કરવામાં આવે તેનું વિસર્જન અનિવાર્ય છે. આ મૂર્તિનું વિસર્જન જળમાં જ કરવામાં આવે તે જરૃરી છે. વિસર્જન અગાઉ ભગવાન ગણેશની મૂર્તિનું વિધિવત્ ષોડશોપચારથી પૂજન-આરતી કર્યા બાદ મૂર્તિ પર સિંદૂર ચઢાવવું જોઇએ. વિસર્જન અગાઉ ગણેશ ભગવાન સમક્ષ દુર્વા, લાડુનો પ્રસાદ પણ અર્પણ કર્યા બાદ કેસરિયા ચંદન, અક્ષત, દુર્વા અર્પિત કરીને કપૂર પ્રગટાવ્યા બાદ પૂજા-આરતી કરીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

 

Related posts

ભાજપના સૌથી વિવાદિત નેતા સાધ્વી પ્રજ્ઞાસિંહને સંરક્ષણ મંત્રાલયની કમિટિમાં સ્થાન

Mayur

VIDEO : અમદાવાદના રોડને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફિલ્મનો સેટ સમજી બેઠેલા BRTS ચાલકે યુવકના માથા પર ટાયર ફેરવી દીધું

Mayur

રૂપાણી સરકાર વીમો અપાવવામાં નિષ્ફળ જતાં 400 ખેડૂતો હાઈકોર્ટ પહોંચ્યા, વીમા કંપનીને નોટિસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!