GSTV
Home » News » ગણપતિ વિસર્જન વખતે આ 5 ભૂલ ન કરતાં, નહી તો બાપ્પા થઇ જશે નારાજ

ગણપતિ વિસર્જન વખતે આ 5 ભૂલ ન કરતાં, નહી તો બાપ્પા થઇ જશે નારાજ

અનંત ચતુર્થી પર ધામધૂમથી ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. 10 દિવસ સુધી ગણપતિની પૂજા-અર્ચના અને સેવા કરવામાં આવે છે. તે બાદ વિસર્જન સમયે ભક્તો ભાવુક થઇ જતાં હોય છે. બાપ્પાની વિદાયના સમયે ભારે મને બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન સમયે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે નહી તો બાપ્પા નારાજ થઇ શકે છે.

સન્માન સાથે કરો વિસર્જન

વિસર્જન સમયે સૌથી વધુ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે ગણેશ પ્રતિમા કે તેને સંબંધિત કોઇ વસ્તુ ફેંકો નહી. પરંતુ તમામ સામગ્રીને પૂરા સન્માન સાથે એક પછી એક અને ધીરે ધીરે વિસર્જિત કરો.

આરતી જરૂર કરો

વિસર્જન પહેલા ગણપતિની આરતી જરૂર કરો. સેવા દરમિયાન કોઇપણ ચૂક માટે બાપ્પાની ક્ષમા માગો.

ચોકીનું વિશેષ ધ્યાન રાખો

જે ચોકી પર બાપ્પાને બિરાજમાન કર્યા છે તેનું વિશેષ ધ્યાન રાખો. ચોકીને ગંગાજળથી સાફ કરીને તેના પર સ્વસ્તિક બનાવો.

વિસર્જન દરમિયાન શાંતિનું ધ્યાન રાખો

ગણેશ વિસર્જનમાં સામેલ થવા જઇ રહ્યાં હોય તો કોઇપણ પ્રકારના નશાનું સેવન ન કરોય વિસર્જન દરમિંયાન મન શાંત રાખો અને કોઇ એવી હરકત ન કરો જેથી બાપ્પા નારાજ થઇ જાય. ધ્યાન રહે કે પૂજા અર્ચનાનો હેતુ આત્માશુદ્ધિ પણ છે.

Read Also

Related posts

…પોતાની ખુરશી અને ખાવાનું ઘરેથી લઈને આવજો, પોતાના લગ્નની કંકોત્રી પર યુવકે છપાવ્યું

Kaushik Bavishi

નર્મદાના પાણી મામલે સરકારનો મોટો ખુલાસો, ગુજરાત અને રાજસ્થાનને બખ્ખાં

Nilesh Jethva

મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરતા કારીગરોને છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવાતા હોબાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!