GSTV
Home » News » ગણેશ વિસર્જન તો આને કહેવાય, જેની બનાવી મૂર્તિ તેનો જ કર્યો પ્રસાદ

ગણેશ વિસર્જન તો આને કહેવાય, જેની બનાવી મૂર્તિ તેનો જ કર્યો પ્રસાદ

આજે દુંદાળા દેવને ભક્તિભાવપૂર્વક ભક્તો વિદાય આપી રહ્યા છે. ત્યારે સુરતના સુમુલ ડેરી રોડ પર રહેતા હોમ બેકર દ્વારા દસ કિલો ચોકલેટમાંથી બનાવવામાં આવેલ શ્રીજીની પ્રતિમાનું દૂધ અભિષેકમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

દુંદાળા દેવને ભકતો આજે ભારે હૃદયથી અને હર્ષોલ્લાસથી વિદાય આપી રહ્યા છે. સૌ કોઈ ભક્તોમાં દુદાલા દેવ પ્રત્યે હર્ષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. ગણેશ ભકતો દ્વારા નાની થી લઈ મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જો કે સુરતની હોમ બેકર રોમા સોલંકી દ્વારા ચોકલેટમાંથી તૈયાર કરાયેલ દોઢ ફૂટ શ્રીજીની પ્રતિમાનું 30 લીટર દૂધમાં વિસર્જન કરવામાં આવ્યું છે.

એડીબલ કલરમાંથી બનાવેલ આ ચોકલેટના ગણેશનું વજન દસ કિલો હતું. જેનું સંપૂર્ણ દૂધમાં વિસર્જન કરવામાં આવ્યું છે. જે પ્રસાદીરૂપે હવે ગરીબ વર્ગના બાળકોને પીરસી દેવામાં આવશે. પીઓપીની પ્રતિમાંથી પર્યાવરણને થતા નુકશાનના પગલે છેલ્લા ત્રણ વર્ષથી ચોકલેટ ના ગણેશની સ્થાપના કરવામાં આવે છે.

READ ALSO

Related posts

પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન, એક દિવસમાં કરશે ત્રણ માતાના દર્શન

Nilesh Jethva

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!