GSTV
Home » News » અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

હાલતમાં તહેવારોની મૌસમ ચાલી રહી છે. સાતમ-આઠમ (જન્માષ્ટમી)નાં તહેવારો ચાલી રહ્યા છે. ત્યારબાદ ગણેશ મહોત્સવ અને નવરાત્રિ જેવા તહેવારો આવશે. ગણેશ મહોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમાન્ય તિલક ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વખતે નવી વાત એ છે કે જેઓ કૃત્રિમ કુંડમા પ્રતિમાનુ વિસર્જન કરશે. એજ લોકો સ્પર્ધામા ભાગ લઇ શકશે. આ માટે સ્પર્ધકે વિસર્જન કરતો ફોટો મોકલવાનો રહેશે. આમ કરવાનો હેતુ લોકો નદીમા વિસર્જન કરતા અટકાવવાનો છે.

ગત વર્ષે ગણેશ સ્પર્ધામાં માત્ર સ્વછતા, ડેકોરેશન અને ઇકોફ્રેન્ડલીના ધારાધોરણ રાખવામા આવ્યા હતા. પરંતુ આ વર્ષે આ સ્પર્ધામાં કૃત્રિમ કુંડમા પ્રતિમાને વિસર્જનનો મુદ્દો ઉમેરવામા આવ્યો છે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં દબાણ થતુ ન હોય તો કોર્પોરેશન મંજૂરી આપે છે. સાબરમતી નદી સ્વચ્છ રહે તે માટે કૃત્રિમ કુંડ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે.

READ ALSO

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!