GSTV
Home » News » આજે ગણેશ ચતુર્થી, રાજ્યભરમાં અા રીતે કરાઈ બાપ્પાના આગમનની તૈયારીઓ

આજે ગણેશ ચતુર્થી, રાજ્યભરમાં અા રીતે કરાઈ બાપ્પાના આગમનની તૈયારીઓ

આજે ભાદરવા સુદની ચોથ એટલે ગણેશ ચતુર્થી. આજથી આખાયે ગુજરાતમાં ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ સાંભળવા મળશે. ગણેશ ચતુર્થીની ઉજવણી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વિશેષ રૂપે થાય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી 1 દિવસથી લઇને 10 દિવસ સુધી હોય છે. જેના કારણે આખાયે ગુજરાતનું વાતાવરણ જાણે ગણેશ ભક્તિમાં લીન થઇ જશે. ગણેશ ચતુર્થી પૂર્વે જ ઠેરઠેર પ્રતિમાઓનું વેચાણ અને પંડાલના શણગારને લઇને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તો ગણેશ ચતુર્થીના એક દિવસ પૂર્વે જ શ્રદ્ધાળુઓ ગણેશજીની પ્રતિમા પોતાના ઘરે તેમજ પંડાલમાં લાવતા થનગનતા જોવા મળ્યા હતા. ડીજેના તાલે ગણેશજીની ભક્તિ આરાધના કરવામાં આવશે. યથા શકિત મુજબ ગણેશજીની ભક્તિ આરાધના કરીને શ્રદ્ધાળુઓ 10 દિવસ સુધી ગણેશજીની ભક્તિમાં લીન બની જશે.

આજે ગણેશ ચતુર્થી છે. ત્યારે ગણેશ મંદિરોમાં પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. અમદાવાદમાં ભદ્ર વિસ્તારના પ્રસિદ્ધ ગણપતિ મંદિરમાં પણ વહેલી સવારે ભક્તો પહોંચી ગયા. તેમજ ‘ગણપતિ બાપ્પા મોરયા’ અને ‘ગં ગણપતયે નમઃ’ નો મંત્રોચ્ચાર કરી આરાધના કરતા જોવા મળ્યા.

આજથી શરૂ થયેલા ગણેશોત્સવને લઈને ભક્તોમાં ઉત્સાહ છે.અને વહેલી સવારથી ભક્તો ગણેશ પ્રતિમા ખરીદવા માટે માર્કેટમાં પહોચી ગયા હતા. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં શહેરના વિવિધ વિસ્તારના ગણેશ યુવક મંડળના સભ્યો પહોંચ્યા હતા અને ગણેશ પ્રતિમા ખરીદીને જતા જોવા મળ્યા.

સુરતમાં પણ દુંદાળા દેવની ઘરે ઘરે પધરામણી થઈ રહી છે.અને મોડીરાતે ગણેશ યુવક મંડળો વાજતે ગાજતે ગણેશની સવારીઓ લઈને ગણેશ પંડાલ સુધી પહોંચ્યા હતા. સુરતના ભાગલ, નાનપુરા, અડાજણ સહિતના વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા વાજતે-ગાજતે શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગણેશભક્તો જોડાયા હતા.

ગણેશભક્તો દ્વારા ઢોલ-નગારા સાથે શ્રીજીના વધામણાં કરાયા હતા. ડી.જે.ના તાલે ભક્તો શોભાયાત્રામાં ઝૂમતા જોવા મળ્યા હતા.જ્યારે મહિલાઓ પણ અવનવા ડ્રેસકોડ માં શોભાયાત્રામાં જોડાઈ હતી.ગણપતિ બાપ્પા મોર્યા ના નારા સાથે ભક્તોએ વાજતે – ગાજતે શ્રીજીનું સ્વાગત કર્યું હતું.જેમાં સમગ્ર  સુરત શહેર જાણે ગણેશમય ભક્તિમાં લીન જોવા મળ્યું હતું.

ભગવાન શ્રી ગણેશ જેઓને સમૃદ્ધિ, યશ-એશ્વર્ય, વૈભવ, સંકટ નાશક, શત્રુ નાશક, રિદ્ધિ સિદ્ધિ દાયક, ઋણહર્તા, વિદ્યા-બુદ્ધિ-જ્ઞાન અને વિવેકના પ્રતીક માનવામાં આવે છે. શિવ પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શિવ-પાર્વતીએ તેમને પોતાની પરિક્રમા લગાવવાથી પ્રસન્ન થઈને સર્વપ્રથમ પૂજાવવાનો આશીર્વાદ આપ્યા હતા. જે આજે પણ પ્રચલિત અને માન્ય છે અને બધા દેવી-દેવતાઓના પૂજન પહેલા તેમની પૂજા કરવામાં આવે છે.ત્યારે આજે ગણેશ ચતુર્થીનું મહાપર્વ છે ત્યારે બાપ્પાને ધૂમધામથી ઘરમાં વિરાજીત કરવામાં આવે છે.

Related posts

આજે 12 વાગ્યે રાજ્યસભામાં મોદી સરકારની અગ્નિપરિક્ષા, ઉપલાગૃહમાં NRC બિલ થશે રજૂ

Mayur

‘દીપડે કો પકડનાં મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ !’ સત્તત ચાર દિવસ બાદ પણ વનવિભાગના હાથમાં કંઈ ન આવ્યું

Mayur

મહિલા પર બળાત્કારના કેસો મામલે ભાજપના જ સાંસદો-ધારાસભ્યો અગ્રસ્થાને, વાંચી લો આંકડો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!