ભગવાન વિઘ્નહર્તાનાં આગમનને લઈ અમદાવાદમાં તૈયારીઓ ચાલી રહી છે. બે દિવસ બાદ ગણપતિ બાપા મોર્યાના નાદ ઘરે ઘરે સાંભળવા મળશે.ગણેશની પ્રતિમાને કારીગરો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહો છે.માટીની પ્રતિમાં બનાવવામાં વધુ સમય લાગે છે. જેથી લોકો છ મહિના પહેલાથી માટીની પ્રતિમાના ઓર્ડર આપી દેતા હોય છે. પંડાલોના ગણપતિ માટે ખાસ કોલકાતાથી કારીગરો બોલાવવામાં આવે છે. આ કારીગરો રાતદિવસ એક કરીને ગણેશની પ્રતિમા તૈયાર કરે છે.ભગવાન વિધ્નહર્તાની મૂર્તિને શણગારવા માટે વિશેષ રૂપથી મહિલાઓના અલગ ગ્રુપ બોલાવવામાં આવે છે. શણગાર પૂરો થાય ત્યારે ભગવાન વિધ્નહર્તા આપની સન્મુખ સાક્ષાત હાજર હોય તેવો અહેસાસ થાય છે.

ગણેશચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં ગણેશજીની પ્રતિમાને કારીગરો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા 60 વર્ષથી સોની પરિવાર દ્વારા માટીની મૂર્તિ બનાવવામાં આવે છે. સોની પરિવારનું કહેવુ છે કે જેમ જેમ સમય બદલાઇ રહ્યો છે. તેમ લોકો હવે માટીની ગણેશજીની પ્રતિમાં લેવાનું પસંદ કરી રહ્યા છે. બજારમાં અલગ પ્રકારની માટીની પ્રતિમાં આવી છે.
સુરતમાં પણ દુંદાળા દેવના આગમનની તૈયારીઓ

દુંદાળા દેવના આગમનને હવે ગણતરી દિવસ બાકી છે. જેથી દુંદાળા દેવની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ગણેશ અયોજકોમાં પીઓપીની પ્રતિમા કરતા માટીની પ્રતિમાની ખરીદી વધુ જોવા મળી રહી છે. સુરતમાં આ વર્ષે 75 ટકા લોકો માટીની પ્રતિમાની સ્થાપના કરવાના છે. પીઓપી ની પ્રતિમાથી પર્યાવરણ ને થતાં નુકશાન અને ભક્તોની દુભાતી ધાર્મિક આસ્થાને લઈ લોકો પીઓપીની પ્રતિમાની પસંદગી હવે ટાળી રહ્યા છે.
Read Also
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ