GSTV

ganesh chaturthi 2021 : ભક્તોમાં અનેરો ઉત્સાહ, જાણો ક્યારે કરશો ગણપતિની સ્થાપના અને શું છે આજનું શુભ મુહૂર્ત

ganesh-chaturthi-2021

Last Updated on September 10, 2021 by Dhruv Brahmbhatt

જેમના સ્મરણ માત્રથી સઘળા સંકટ-વિઘ્નો દૂર થવા લાગે છે તેવા દુંદાળા દેવ ગણપતિજીના પર્વ ‘ગણેશ ચતુર્થી’ની આવતીકાલે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે.ગણેશ સ્થાપન માટે આવતી કાલે બપોરે ૧૨ઃ૧૨થી બપોરે ૧ઃ૦૧ દરમિયાન અભિજિત મુહૂર્ત છે. ૧૯ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી સાથે ગણેશોત્સવની પૂર્ણાહૂતિ થશે.

ગત વર્ષે કોરોના વધારે કેસને પગલે જાહેરમાં ગણેશોત્સવનું આયોજન થઇ શક્યું ન હોતું. જો કે, આ વખતે કોવિડ ગાઇડલાઇન્સ સાથે ગણેશોત્સવ યોજવા મંજૂરી અપાઇ છે. ગણેશજીની સ્થાપના તથા વિસર્જન માત્ર ૧૫ લોકોની મર્યાદા સાથે એક જ વાહનમાં કરી શકાશે. આ ઉપરાંત ગણેશ વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૭ ઝોનમાં ૫૦થી વધુ કુંડ બનાવાયા છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લી ઘડીએ ગણેશ મહોત્સવની મંજૂરી આપતાં આ વખતે બજારમાં ગણેશ મૂર્તિની ખરીદીની માગ વધી છે. ડીજેને પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે ડીજેના તાલે ભગવાન ગણેશને આવતીકાલે આવકારવામાં આવશે.

ગણપતિની સ્થાપના માટે શુભ મુહૂર્ત

ગણપતિજીની સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. પંચાગ અનુસાર ગણપતિ બાપાની સ્થાપના 10 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યા ને 17 મિનિટથી લઈ રાતે 10 વાગ્યા સુધી કરી શકાય છે. ધાર્મિક માન્યતા મુજબ શુભ મુહૂર્ત પર ગણપતિનું સ્થાપન કરવાથી ઘરમાં ખુશી આવે છે. ઉપરાંત મનોકામના પણ પૂર્ણ કરે છે.

GANESHA

શું હોય છે પૂજા વિધિ?

ગણેશ પૂજા માટે ભક્તોએ સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જે બાદ ગણપતિ સામે બેસીને પૂજા પ્રારંભ કરો. તેમનું ગંગાજળથી અભિષેક કરો. જે બાદ ચોખા, ફૂલ, દૂર્વા વગેરે અર્પિત કરો. તેમની પ્રિય ચીજ મોદકનો ભોગ લગાવો. જે બાદ ધૂપ, દીપ તથા અગરબત્તી કરીને તેમની આરતી કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો, જે બાદ ફરી આરતી કરો અને પૂજા સમાપ્ત કરો.

Ganesha

શું હોય છે ભાદરવા સુદ ચતુર્થીની વિશેષતા?

સામાન્ય રીતે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે અગિયાર દિવસ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ગણેશ ચતુર્થી એટલે કે ભાદરવા સુદ ચતુર્થીની વિશેષતા એ હોય છે કે વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે ભગવાન ગણેશજીને તુલસી અર્પણ કરવામાં આવે છે.આવતીકાલે ગણેશજીને લાડુ-મોદકનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે. અમદાવાદ અને તેની આસપાસ કેટલાક પ્રસિદ્ધ ગણેશ મંદિર આવેલા છે. જેમાં ગણેશ મંદિર-કોઠ, ગણપતિ મંદિર -લાલ દરવાજા, એઠૌર મંદિર-ઉંઝા, સિદ્ધિ વિનાયક મંદિર-મહેમદાવાદનો સમાવેશ થાય છે. ગણેશ મંદિરોમાં આવતીકાલે વહેલી સવારથી ભક્તો ઉમટી પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અનામત મુદ્દો: પીજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયા ખોરંભે, શું સરકાર પેરામેડિકલ પ્રવેશ હવે શરૂ કરશે?

pratik shah

BSE તથા NSE ઓલટાઈમ હાઈ સપાટીથી 8 ટકા તૂટયા, રોકાણકારો એ માત્ર 37 દિવસમાં 16 લાખ કરોડ ગુમાવ્યા!

pratik shah

શેરબજાર ધરાશયી: કોરોનાના નવા ખતરનાક વેરીએન્ટના ડંખથી વૈશ્વિક બજારો તૂટયા, ભારતીય રોકાણકારોના તો 7.36 લાખ કરોડ ધોવાયા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!