GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

રાશિ અનુસાર ગણપતિને લગાવો ભોગ, સર્વ મનોકામના થશે પૂરી

હિંદૂ ધર્મમાં દરેક વર્ષે ગણેશ ચતુર્થી ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉજવાય છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિની પ્રતિમાની સ્થાપના કરે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે. દેશભરમાં ગણેશ ચતુર્થી પર લોકો વિશેષ પૂજા કરી ગણેશજીને મનાવતા હોય છે. આ કારણે આ પર્વની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા માસની ચોથથી શરુ થાય છે અને દસ દિવસ સુધી આ પર્વ ઉજવાય છે. આ પર્વ કુલ દસ દિવસ ચાલે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર અને સોમવારે ઉજવાશે. દેશભરમાં દરેક શહેરમાં ધામધૂમથી ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. આ દસ દિવસ દરમિયાન ગણેશજીને તેની પ્રિય એવી વસ્તુઓનો ભોગ ધરાવાય છે. તો ચાલો જાણી લોકો કઈ રાશિના જાતકોએ ગણેશજીને કેવી સામગ્રીનો ભોગ ધરાવવો જોઈએ.

મેષ રાશિ

આ રાશિના જાતકોએ ગણેસ ચતુર્થી પર ગણપતિને ખારેક અને લાડુનો ભોગ ધરાવવો.

વૃષભ રાશિ

આ રાશિના જાતકોએ ગણેશજીને નાળિયેર અને સાકરના લાડુ ધરાવવા જોઈએ.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ મગના લાડુ ગણપતિને ચઢાવવા.

કર્ક રાશિ

આ રાશિના જાતકોએ માખણ, ખીર કે લાડૂનો ભોગ ભગવાનને ધરાવવો.

સિંહ રાશિ

ગણેશ ચતુર્થી પર ગોળના મોદક સાથે ખારેક ધરાવવી.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ ફળ તેમજ કિશમિશનો ભોગ ધરાવવો.

તુલા રાશિ

આ રાશિના લોકોએ લાડુ તેમજ કેળા અર્પણ કરવા.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોએ ગણેશ ચતુર્થી પર ખારેક અને ગોળના લાડૂનો પ્રસાદ ધરાવવો.

ધન રાશિ

આ રાશિના જાતકોએ ગણપતિને મોદક તેમજ કેળા ધરાવવા.

મકર રાશિ

તલના લાડુ ભગવાનને ભોગમાં ધરાવવા.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ ભગવાનને ગોળના લાડૂ અર્પણ કરવા.

મીન રાશિ

મીન રાશિના લોકોએ ગણેશ ચતુર્થી પર બેસનના લાડૂ, કેળા અને બદામનો ભોગ ધરાવવો.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!