GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસે કોંગી આગેવાનોની કરી અટકાયત

રાજસ્થાનના રાજકીય ઘમાસાણના પડઘા સમગ્ર દેશભરમાં પડ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં રાજકીય ઘટના ક્રમમાં નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા રાજભવન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ.

ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા રાજભવન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ

કોંગ્રેસના નેતાઓ દ્વારા લોકશાહી બચાવો,  બંધારણ બચાવોના નારા સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો. કોંગ્રેસના આરોપ છે કે, રાજસ્થાનમાં ભાજપ દ્વારાચૂંટાયેલી સરકારને ઉથલાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેથી કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી ગાંધીનગરમાં રાજભવન પાસે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પાર્ટી આગેવાનોની કરી અટકાયત

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, ભાજપે દેશમાં લોકશાહીના મૂલ્યની હત્યા કરી સત્તા મેળવી છે. ભાજપે મણિપુર, ગોવા અને ત્યારબાદ કોરોનામાં પ્રજાની કામગીરી કરવાના બદલે મધ્યપ્રદેશ ની સરકાર તોડવાનું કામ કર્યું.. ત્યાર બાદ ગુજરાતમાં ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા..  તેમણે જણાવ્યુ કે, રાજસ્થાનમાં ભાજપ દ્વારા ચૂંટાયેલી સરકારને પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.  રાજ્યપાલ કોના ઈશારે કામ કરે છે તેનો જવાબ ભાજપ દ્વારા આપવો જોઈએ..

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

મંદિર પોલિટીક્સ: ભૂમિપૂજન આખરી દાવ હતો કે નવી ઈનિગ્સ શરૂ થશે, પાર્ટીની છબી પર લાગેલા ગ્રહણને કઈ રીતે બેલેન્સ કરવું તે પડકાર

Mansi Patel

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!