ગાંધીનગરઃ એસપી કચેરીથી 100 મીટરના અંતરે ઘરમાં દેશી દારૂ મળી આવ્યો Video

ગાંધીનગરમાં એસપી કચેરીથી 100 મીટરના અંતરે દારુ વેચાતો હોવાનું અલ્પેશ, જિજ્ઞેશ અને હાર્દિકની જનતા રેડમાં સામે આવ્યું હતુ. આ જનતા રેડનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જે ઘરમાંથી દેશી દારૂની પોટલીઓ મળી તે ઘરની મહિલા વાતચીત કરતા દેખાય છે.

આ મહિલાએ વાતચીતમાં કહ્યું હતુ કે બે દિવસ માટે પોલીસ તેમને દારૂ ન વેચવાનું કહી ગઈ હતી. જો આ મહિલાની વાત સાચી હોય તો પછી ફરી એકવાર ગાંધીનગર પોલીસની કાર્યવાહી સામે સવાલ ખડા થાય છે. કેમકે પોલીસે આ જનતા રેડને રાજકીય સ્ટન્ટ ગણાવ્યું હતુ.

ગઈકાલે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ રેડ પાડી હતી. તે દરમ્યાન ઘરમાંથી દેશી દારૂની બે પોટલીઓ મળી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter