Archive

Category: Gandhinagar

સંપર્ક ફોર સમર્થન અભિયાનમાં પુરૂષોત્તમ રૂપાલાએ શકરસિંહ વાઘેલાનું સમર્થન માંગ્યું

સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ પૂર્વ કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી છે. પુરુષોત્તમ રૂપાલા વસંત વગડા ગયા હતા જ્યાં તેમણે શકરસિંહ વાઘેલા સાથે વાતચીત કરી તેમનું સમર્થન માંગ્યું હતુ. આ પ્રસંગે રૂપાલાએ શંકરસિંહને મોદી…

ડિઝાસ્ટર વિભાગ રાહત કમિશનરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ

કાળઝાળ ગરમીમાં શેકાઇ રહેલા ગુજરાતના પ્રજાજનો ચાતક નજરે મેહુલાના આગમનની રાહ જોઇ રહ્યા છે. ચાલુ સપ્તાહે ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઇ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રાજ્યના ડિઝાસ્ટર વિભાગ રાહત કમિશનરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ હતી. જેમાં હવામાન…

ગાંધીનગર: જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બે દિવસની ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

આગામી લોકસભા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે ગાંધીનગરમાં કમલમ ભાજપ કાર્યાલય ખાતે બે દિવસની ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવવાની છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. જેમાં સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી…

ગાંધીનગર: 33 જિલ્લાના પાંજરાપોળ પ્રિતિનિધિઓની બેઠક યોજાઈ

પાટનગર ગાંધીનગરમાં 33 જિલ્લાના પાંજરાપોળ પ્રિતિનિધિઓની બેઠક યોજાઈ. જેમાં પાંજરાપોળ અને સમસ્ત મહાજનના આગેવાનોએ સરકાર સામે ઉભરો ઠાલવ્યો હતો. પાંજરાપોળ સંચાલક જયંત દોશીએ ગૌચર ઘટવાના કારણે પશુઓને ઘાસચારો મળતો નથી. તેવો પણ આરોપ લગાવ્યો છે. આ સાથે સરકારે રાજસ્થાન પૈટર્નથી…

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, બિન અનામત શૈક્ષણિક, આર્થિક વિકાસ નિગમની રચના

તાજેતરમાં ગુજરાત સરકારે લીધેલાં મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ બિન અનામત શૈક્ષણિક, આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. જેને પગલે હવે બિનઅનામત વર્ગને પણ અનામત વર્ગની જેમ જ  પ્રમાણપત્રો મળશે.  અને બિન અનામત વર્ગને શૈક્ષણિક, આર્થિક યોજનાના લાભ માટે પ્રમાણપત્ર અપાવામાં આવશે….

ગાંધીનગર: સેક્ટર 30ના શોપિંગ સેન્ટરમાં દુકાનમાં ધડાકાભેર આગ

ગાંધીનગરના સેક્ટર 30ના શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં ધડાકાભેર આગ લાગવાની ઘટના બની છે. શોપિંગ સેન્ટરમાં બે,ત્રણ અને ચાર નંબરની દુકાનમાં આગ પ્રસરી હતી. ત્રણમાંથી એક દુકાન ઓટો મોબાઈલ્સની હતી. અને એર કોમ્પ્રેસરનો વાલ્વ બગડી ગયો હોય તેના કારણે વધુ હવા…

તામિલનાડુમાંથી ચોરાયેલી કરોડો રૂપિયાની મૂર્તિઅો અમદાવાદના જાણિતા મ્યૂઝિયમમાંથી મળી

રાજા ચોલાના વખતની  તામીલનાડુના ત્રિચિર પાસેના  બીગ ટેમ્પલને દાનમાં મળેલી અલભ્ય અને પૌરાણીક  મુર્તિઓની પૈકીની અગિયાર મુર્તિઓની ચોરી થઈ હોવાની ફરિયાદ ગત વર્ષે તામીલનાડુ પોલીસમાં નોંધાઈ હતી. અત્યંત કિંમતી અને જેનું ઔતિહાસિક મુલ્ય પણ ઘણુ વધારે હોવાને કારણે તમિલનાડુ પોલીસ…

રાજ્યના ટોપ અધિકારીઅો લેટલતિફ, અધિકારીઓ માટે ખાસ જાહેર કરાયો પરિપત્ર

રાજ્ય સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બેઠકમાં મોડા આવતા અધિકારીઓથી ચીફ સેક્રેટરી નારાજ થયા છે.તો સાથે જ સામાન્ય વહીવટી વિભાગે લેટલતીફી કરતા અધિકારીઓ માટે રાજ્યપાલના હુકમથી ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં ઉચ્ચ કક્ષાની મહત્વપૂર્ણ બેઠકોમાં અધિકારીઓ મોડા આવે. બેઠક…

રાવણે નહીં પરંતુ રામે સીતાનું કર્યું હરણ , ગુજરાતમાં પાઠ્યપુસ્તકમાં ભયંકર છબરડો

ધોરણ 12ના અંગ્રેજી માધ્યમના સંસ્કૃતના પાઠ્ય પુસ્તકમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. રામાયણના મુખ્ય પાત્ર મહિલા પાત્ર સીતાનું અપહરણ રામે કર્યુ હોવાનો છબરડો પુસ્તકમાં છપાયો છે. રઘુવંશમ પ્રકરણના સીતા અપહરણ પ્રસંગમાં આ રાવણના સ્થાને પ્રિન્ટિંગ ભૂલથી રામે સીતાનું અપરહણ કર્યુ…

ભાજપના બે નેતાઅોની અાંતરિક લડાઈમાં દિવમાં પ્રવાસીઅો મઘરાત્રે રઝળ્યા

હમણાં ઉનાળુ વેકેશન ચાલતુ હોવાને કારણે પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ખાસ્સી ભીડ જોવા માટે જેમાં ગુજરાતનું દિવ હોટફેવરીટ છે. પરંતુ સોમવારની રાતે દસ વાગે દિવના નાગવાબીચ ઉપર આવેલી જાણીતી કોસ્ટમાર હોટલમાંથી દિવની કલેકટર ઓફિસનો સ્ટાફ પહોંચ્યો હતો અને હોટલની રૃમમાં ઉતરેલા…

EXCLUSIVE : મગફળી કૌભાંડ મુદ્દે GSTVનો સૌથી મોટો ખુલાસો, જુઅો વીડિયો

આ 17 સેકન્ડનો વીડિયો આખેઆખા મગફળી કૌભાંડની પોલ ખોલે છે. મગફળીના ગોડાઉનો કેમ સળગે છે એ સવાલ ખેડૂતથી લઇને આમ જનતા સુધી બધાને પરેશાન કરી રહ્યો છે. સીઆઈડી ક્રાઇમને તેનું પગેરૂં મળતું નથી તો રાજ્ય સરકારને ગોડાઉનો બળવાનું કારણ સમજાતું…

રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર ચર્ચા

પાટનગર ગાંધીનગરમાં આજે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પણ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર ચર્ચા થઈ રહી છે. જોકે રૂપાણી સરકારની કેબિનેટની નજર કેન્દ્રીય કેબિનેટ પર ટકેલી છે. કારણ કે મોદી સરકારની કેબિનેટમાં પેટ્રોલિ ડીઝલની કિંમતો પર અંકુશ…

કે.એસ દેત્રોજાની અલગ અલગ શહેરોમાં હજી વધુ સંપત્તિ હોવાની એસીબીને આશંકા

જમીન વિકાસ નિગમના કચેરીના લાંચ કેસમાં ધરપકડ કરાયેલા એમ.ડી. કે.એસ દેત્રોજાની અનેક બેનામી સંપત્તિઓનો ખુલાસો થયો છે. દેત્રોજાના 14 દિવસના રિમાન્ડ દરમ્યાન તપાસમાં 12 જેટલી નામી અને બેનામી સંપત્તિ એસીબીને મળી આવી છે. અલગ અલગ શહેરોમાં હજી વધુ સંપત્તિ હોવાની…

જાણો કયા તાલુકાની કેટલી ગૌચર જમીન પર કરવામાં આવ્યું દબાણ

કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે, ભાજપ ગાયના નામે મત મેળવે છે પણ રાજયભરમાં ગાય અને અન્ય પશુઓના ચરિયાણ માટેની ગૌચર જમીનમાં મોટાપાયે દબાણો થાય છે તે પણ અટકાવી શકયું નથી. ગાયને લઇ ચિંતાની મોટી મોટી વાતો કરતી ભાજપ…

સંપત્તિ જાહેર ન કરનારા ક્લાસ 1-2ના એક હજાર જેટલા કર્મચારીઓ પર સરકારે બોલાવી તવાઇ

પોતાની સંપત્તિ જાહેર ન કરનારા સરકારી કર્મચારીઓ પર સરકારે તવાઇ બોલાવી છે. સરકાર દ્વારા ક્લાસ 1-2ના એક હજાર જેટલા કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવશે. રાજ્યના મુખ્ય…

અમદાવાદમાં 982 પોલીસકર્મીઅોની સામૂહિક બદલી, લિસ્ટ જોવા કરો ક્લિક

અમદાવાદ પોલીસમાં મોટાપાયે ધરખમ ફેરફારો થયા છે. અેકસાથે સાગમટે અેક હજાર પોલીસકર્મીઅોની બદલી કરવામાં અાવી છે. અેક પણ પોલીસ સ્ટેશન અા બદલીથી બાકાત રહ્યું નથી. શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલોની આંતરિક બદલી થઇ છે. 982 જેટલા પોલીસ કોન્સ્ટેબલોની અધિક પોલીસ…

વિજય રૂપાણીએ ઓન લાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમનો  કરાવ્યો પ્રારંભ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ઓન લાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો. તેમણે કહ્યું કે ભાજપ સરકાર પારદર્શિતા અને સંવેદનાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે. રાજ્યમાં 125 ચોરસ મીટર બાંધકામ માટે પરવાનગીમાંથી મુક્તિ આપીને આ સરકારે સામાન્ય માનવીમાં ભરોસો મુક્યો છે…

રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે ભાજપે મોંઘા ભાવે માલ ખરીદ્યો હતો. એટલે પોલ ખુલી ન જાય તે માટે કોથળામાં પથ્થર ભરી તેને સળગાવવામાં આવ્યા છે. સરકારી ગોડાઉનમાં…

ગૌશાળાના આંદોલન મુદ્દે સંચાલકો સરકારને કરે રજૂઆત: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ગૌશાળામાં ઘાસચારાની અછત મામલે ગૌશાળાના સંચાલકો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે ગૌસંવર્ધન પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે પાંજરાપોળના સંચાલકો સરકાર સાથે મુલાકાત કરી તેમને પડતી તકલીફોની રજૂઆત કરી શકે છે. સરકારે ગાયોને અપાતા ઘાસચારાને પ્રતિ કિલો દસ રૂપિયાથી ઘટાડી…

રાજ્યની ન્યાયપાલિકામાં ધરખમ ફેરફારો, 400થી વધુ જજની બદલી

હાલમાં રાજ્યમાં બદલીનો દોર ચાલુ છે. પહેલા આઇપીએસ અને આઈએએસની બદલી બાદ 200 થી વધુ પોલીસકર્મીની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં 400થી વધુ જજોની બદલી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના 400થી વધુ જજોની સામુહિક બદલી કરી…

ગાંધીનગરના બોરીજ ગામે દબાણ હટાવવાની કામગીરી શરૂ, ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

ગાંધીનગરના બોરીજ ગામે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે. સવારે ગામમાં દબાણ હટાવવા માટે દબાણ ખાતાની ટીમ પહોંચી હતી. સ્થાનિક મહિલાઓના હંગામાના કારણે મહિલાઓ જેસીબી પર બેસી ગઈ હતી. અને ઉગ્ર વિરોધ કર્યો હતો. બાદમાં…

વિજય રૂપણીએ યુપીએસસી ફાઈનલના સ્પીપાના 20 યુવાઓને શુભેચ્છાઓ આપી

તાજેતરમાં જાહેર થયેલ યુપીએસસી પરીક્ષાની ફાઈનલમાં પસંદગી પામનાર સ્પીપાના 20 યુવાઓને મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શુભેચ્છાઓ આપી. મુખ્યપ્રધાને 20 યુવાઓને તેમના પરિવારજનો સાથે ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને આવવા આમંત્રણ આપ્યું હતું. યુપીએસસી પરીક્ષાની ફાઈનલમાં પસંદગી પામનાર યુવાનોને રાષ્ટ્રહિત તેમજ સમાજના વંચિત, પીડિત,…

શાળા સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે ફી મુદ્દે બેઠક

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે શાળા સંચાલકોની બેઠક ચાલી રહી છે. શાળા સંચાલકો અને સીએમ વિજય રૂપાણી વચ્ચેની આ બેઠકમાં  શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર છે. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશને પગલે આ બેઠક મળી છે. બેઠકમાં પૂરક અને ઇતર પ્રવૃતિઓની…

મુખ્યમંત્રીએ જળસંચય અંગે લોકોને માહિતગાર કર્યા

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જળ સંચય યોજના અંગે માહિતી આપતા કહ્યુ કે, દેશમાં આ પ્રકારનું અભ્યાન ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પહેલી મેથી જળ સંસય અભ્યાન શરૂ થવાનુ છે. રાજ્યમાં એક સમયે ખેતી માટે 15 લાખ…

સૂર્યનો કેર: ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાન 41ને પર, અમદાવાદમાં 42 ડિગ્રી

એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગરમી તેનું રૌદ્ર રૃપ બતાવે તેવી આગાહી વચ્ચે સરેરાશ મહત્તમ તાપમાનનો પારો સતત ઊંચે જઇ રહ્યો છે. આજે અમદાવાદ સહિત ૬ શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે રહ્યું…

બીટકોઇન મામલે સીઆઇડીએ તપાસ કરી તેજ

12 કરોડા બીટકોઈન પ્રકરણમાં દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. પહેલા અનંત પ્તેલ્બી ધરપકડ બાદ જગદીશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. બીટકોઈન તોડ કાંડ મામલે સીઆઇડીએ તપાસ તેજ કરતા એસપી જગદીશ પટેલ પર સકંજો કસ્યો છે. જગદીશ પટેલના કમાન્ડો…

બિન અનામત વર્ગને રીઝવવા ભાજપ આપશે લોલીપોપ

બિનઅનામત વર્ગને રીઝવવા સરકારે કરેલી જાહેરાત બાદ કોંગ્રેસે ફરી ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે ભાજપ બિનઅનામત વર્ગને લોલીપોપ આપે છે. કોંગ્રેસ અનામત પ્રથામાં ફેરફાર કર્યા વગર બિનઅનામત વર્ગને 20…

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1 ના તાપી હોલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ વેસ્ટર્ન સેસ્ટ કાઉન્સીલની 23મી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત આસપાસના રાજ્યોના ગૃહવિભાગના અધિકારીઓ સહિત ગુજરાતના મુખ્યપ્રધાન અને ન્યાબ મુખ્યપ્રધાન ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા. બેઠકમાં…

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 23મી બેઠક, જાહેર હિતના વિષયો પર ચર્ચા કરશે

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં નવા સચિવાલયમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 23મી બેઠક યોજાઇ રહી છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર તેમજ દીવ અને દમણ તથા દાદરા અને નગર હવેલીના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. બેઠકમાં આર્થિક અને સામાજિક આયોજન, સીમા…

રાજ્યના પોલીસ વડા કરશે નબળી કામગીરી કરનાર પોલીસકર્મીઓની તપાસ

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ નબળી કામગીરી કરનાર પોલીસકર્મીઓની તપાસ કરશે. શિવાનંદ ઝા LCB, DCB અને R.R સેલ જેવા પોલીસના વિવિધ વિભાગના કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરશે. તેમણે તમામ બ્રાંચોમાં જેમનું પોસ્ટીંગ છે તેવા પોલીસકર્મીઓની વિગતવાર માહિતી મંગાવી છે.તેમણે નબળી કામગીરી…