GSTV
Home » News » ગુજરાતમાં 1 લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઈ માટે ઇઝરાયેલ સાથે થશે MOU

ગુજરાતમાં 1 લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઈ માટે ઇઝરાયેલ સાથે થશે MOU

ગુજરાતમાં 15 લાખ હેક્ટરથી વધુમાં સૂક્ષ્મ સિચાઈથી ખેતી થાય છે. હાલમાં સૌથી મોટી સમસ્યા હોય તો સરકારની સબસીડિની છે. જેમાં સમસ્યા બાદ છેલ્લાં 2 વર્ષથી આ આંકમાં ઘટાડો નોંધાયો છે. આમ છતાં ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધ્યો છે. સરકાર આ બાબતે સક્રિય બને તો ઓછા પાણીએ ઉત્તમ થતી ખેતીમાં ગુજરાતમાં સૌથી ઉત્તમ ચાન્સ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મહાત્મા મંદિર પરિસરમાં ઇઝરાયેલનાં રાજદૂત ડૉ. રોન માલ્કા (Dr. Ron Malka)એ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ના પૂર્વ દિવસે સૌજ્ન્ય મુલાકાત કરી હતી.

ટેકનોલોજી, નોલેજ શેરિંગ માટે પરસ્પર સહયોગની અપેક્ષા પણ દર્શાવી

વિજય રૂપાણીએ પોતાની ઇઝરાયેલ મુલાકાતની યાદ તાજી કરતાં કહ્યું કે, ગુજરાતે ઇઝરાયલની ડ્રીપ ઇરીગેશનમાંથી પ્રેરણા લઇને ગુજરાતમાં ૧ લાખ હેકટર વિસ્તારમાં ડ્રીપ ઇરીગેશનના MoU ઇઝરાયેલ સાથે કરવા માટે પણ રાજ્ય સરકાર આયોજન કરવાની છે.
મુખ્યમંત્રીએ ઇઝરાયેલના ટેકનોલોજી અને નોલેજ શેરિંગ માટે પરસ્પર સહયોગની અપેક્ષા પણ દર્શાવી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, એગ્રીકલ્ચર, સીકયુરિટી, વોટર મેનેજમેન્ટ અને ઇનોવેશન ક્ષેત્રો પર વિશેષ ફોકસ કરવું છે. ગુજરાતમાં હાલમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધ્યો છે. ઇઝરાયેલ સાથે ગુજરાતના કરાર ચાલું છે. ઇઝરાયેલ પેટર્ન અંતર્ગત ગુજરાતમાં એક્સલેન્સ સેન્ટર ચાલી રહ્યાં છે.

ગુજરાત સાથે ઇઝરાયેલનો અનોખો નાતો

મુખ્યમંત્રીએ સ્ટાર્ટઅપ ઇનોવેશન્સમાં ઇઝરાયેલની તજ્જ્ઞતાના વિનિયોગ માટે સમિટ દરમ્યાન ઇઝરાયેલી ઇનોવેશન્સના સેમિનારને ઉપયુકત ગણાવ્યો હતો. તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂની ગુજરાત મુલાકાત દરમ્યાન આઇક્રિયેટ જેવી યુવા સ્ટાર્ટઅપ પ્રોત્સાહક સેન્ટરની મુલાકાત સહિત કૃષિ, વોટર મેનેજમેન્ટ સહિતના વિવિધ ક્ષેત્રે સહયોગ અંગેની ફળદાયી વિગતો પણ ઇઝરાયેલ એમ્બેસેડરને આપી હતી. ગુજરાત સાથે ઇઝરાયેલનો અનોખો નાતો છે. મોદી પણ ઇઝરાયેલ ગયા હતા અને રૂપાણી પણ ઇઝરાયેલ જઈને હમણાં જ આવ્યાં છે.

Related posts

IMC 2019:જિયો એ રજુ કર્યો નેટિવ વિડીયો કોલિંગ બોટ, બદલાઈ જશે કસ્ટમર કેરની દુનિયા

pratik shah

ઉદ્યોગોનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, બિનખેતીની પ્રક્રિયા થશે સરળ

Nilesh Jethva

અળસીનાં બીજ જ નહીં તેનું તેલ પણ છે ગુણોનો ખજાનો, ફાયદા જાણી તમે પણ કરવા લાગશો ઉપયોગ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!