GSTV

ગાંધીનગરના ગામડામાં પહોંચ્યો કોરોના, આખા ગામનો સર્વે હાથ ધરાયો

Last Updated on April 15, 2020 by pratik shah

ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામે કોરોનાનો કેસ જણાતાં આખાયે વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરાયો છે. અહીં એક 53 વર્ષીય મહિલાને આજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તાત્કાલિક ધોરણે ગામનાં 2917 ઘરનો સર્વે શરૂ કરાયો છે. ભોગ બનનારી મહિલાને કેન્સરની બિમારી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ ગામમાં સતત 3 દિવસ સુધી સેનેટાઈઝેશન કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 16 પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત થયુ છે, જ્યારે 8 દર્દી સાજા પણ થયા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતી

ગુજરાતમાં કોરોના (Corona) નું સંકટ વધુને વધુ ઘેરુ બનતું જઇ રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 636 થઇ ચૂક્યા છે તો સુરતમાં એક જ દિવસમાં કોરોનાના વધુ 7 કેસો સામે આવ્યા છે. સુરતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 47 પર પહોંચી ગઇ છે. તો વડોદરાના નાગરવાડમાં એક પુરુષ દર્દીનું મૃત્યુ થયું છે. આમ ગુજરાતમાં કોરોનાના કારણે અત્યારસુધીમાં મૃત્યુ આંક 28 પર પહોંચી ગયો છે. તો ભાવનગરમાં પણ આજના દિવસમાં 2 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. તો ભાવનગરમાં અત્યારસુધીમાં કુલ 3 દર્દીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે. આમ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ વડોદરા અને સુરતમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપભેર વધી રહી છે. હાલમાં ગુજરાતના કુલ 20 જિલ્લા કોરોનાના ભરડામાં આવી ગયા છે.

એક જ દિવસમાં Coronaના નવા 1200થી વધુ પોઝિટિવ કેસ

કોરોનાની મહામારીના કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનનો આજે 21મો દિવસ છે અને ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને પાર થઈ છે. એક જ દિવસમાં કોરોનાના નવા બારસોથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કે કુલ મૃત્યુઆંક 365 પર પહોંચ્યો છે. જોકે સારી બાબત એ છે કે દેશના 25 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોરોના વાઇરસના નવા કેસ સામે આવ્યા નથી. સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે કફોડી સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 352 પોઝિટિવ કેસ સાથે કુલ દર્દીની સંખ્યા બે હજાર ત્રણસોથી વધુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાથી 24 કલાકમાં 11 લોકોના મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 160 થયો છે.

READ ALSO

Related posts

IMFએ ભારતીય અર્થતંત્ર માટે ગ્રોથ રેટનું અનુમાન 3 ટકા ઘટાડયું, આવતા વર્ષ માટે અનુમાન વધારીને 8.5 ટકા કર્યું

Vishvesh Dave

આ 6 કારણે નાની ઉંમરમાં જ ખરવા લાગે છે વાળ, અહીં તમે વાંચશો હેરફૉલ રોકવાના ઘરેલુ ઉપાય

Pritesh Mehta

મહત્વના સમાચાર / LPG ગ્રાહકો હવે જાતે વિતરક પસંદ કરીને એલપીજી સિલિન્ડર ભરાવી શકશે, જો રેટિંગ ખરાબ થશે તો ડિસ્ટ્રિબ્યુટરને થશે નુકસાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!