ગાંધીનગર વિધાનસભાની પાંચેય બેઠક ઉપર શાંતિપુર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર હાલ ઉંધે માથે કામ કરી રહ્યું છે. લગભગ તમામની જવાબદારી નક્કી થઇ ગઇ છે અને એ પ્રકારે તાલીમ પણ આપી દેવામાં આવી છે. ગાંધીનગરમાં ખર્ચના બે, જનરલ એક, પોલીસના એક તથા દિવ્યાંગ મતદારોના એક સહિતના ઓબ્ઝર્વર્સ દેખરેખ રાખી રહ્યા છે. તેવી સ્થિતિમાં મતદાન મથકો સુધી પણ દેખરેખ રાખવા માટે માઇક્રો ઓબ્ઝર્વર્સને જવાબદારી સોંપવામાં આવી છે.

ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે આગામી તા. પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે જે નિમિત્તે એક એક મત કિંમતી ગણીને હાલ ચૂંટણી ફરજમાં જોતરાયેલા સ્ટાફનું વોટીંગ તથા તાલીમ ચાલી રહી છે. તો બીજીબાજુ ચૂંટણી ઉપરાંત મતદાનની પ્રક્રિયા ઉપર પણ ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા વેબકાસ્ટીંગ દ્વારા કરવામાં આવનાર છે.
૬૭૫ જેટલા મદાન મથકોનું સીસીટીવીથી મોનીટરીંગ કરાશે
ગાંધીનગરની પાંચેય બેઠકો ઉપર ૫૦ ટકા મતદાન મથકો એટલે કે, ૬૭૫ જેટલા મદાન મથકોનું સીસીટીવીથી મોનીટરીંગ કરવામાં આવનાર છે.ત્યારે ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વરની સાથે ખર્ચ અને કાયદો વ્યવસ્થાના પણ અલગ ઓબ્ઝર્વર નિમવામાં આવ્યા છે જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ઉપર નજર રાખી રહ્યા છે તો જિલ્લાના ૧૩૫૦ જેટલા મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ બાબતો ઉપર બારીકાઇથી નજર રહી શકે તે માટે ૨૧૭ જેટલા માઇક્રો ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરવામાં આવી છે.
ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ ઉપર સીધી દેખરેખ
કેન્દ્ર સરકારના વર્ગ-૧ કક્ષાના આ અધિકારી પણ ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ ઉપર સીધી દેખરેખ રાખી રહ્યા છે. જિલ્લામાં નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે આ ઓબ્ઝર્વર પ્રયાસો કરી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત