ગાંધીનગર: જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બે દિવસની ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

આગામી લોકસભા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે ગાંધીનગરમાં કમલમ ભાજપ કાર્યાલય ખાતે બે દિવસની ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવવાની છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. જેમાં સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે. એક તરફ યુવા ભાજપના ખંડણીખોર નેતાઓને છાવરવાને લઈના પાર્ટીને બેવડો ચહેરો ખુલ્લો પડી ગયો છે. ત્યારે આ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થાય તેવી સંભાવના છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter