ગાંધીનગરઃ ડીઈઓ કચેરાએ એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ, દેખાવો-સૂત્રોચ્ચાર

રાજ્યની ખાનગી શાળામાં લેવામા આવતી બેફામ ફી મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ગાંધીનગરમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ડીઈઓની કચેરીએ તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા.  એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ડીઈઓ કચેરી ખાતે ઉગ્ર દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આરટીઈ અને ખાનગી શાળા દ્વારા વસૂલવામાં આવતી ફી મામલે વિરોધ કરવામાં  આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter