GSTV
Gandhinagar Videos ગુજરાત ટોપ સ્ટોરી

ન્યાય માટે ગાંધીનગર પહોંચેલા પરીક્ષાર્થીઓ પર પોલીસનું દમન, ગુનેહગારો જેવું કરાયું વર્તન

આજે ફરીએક વખત વિદ્યાર્થીઓના રોષના કારણે પાટનગર ગાંધીનગર સમરાંગણમાં ફેરવાયુ છે. જોકે પોતાના ન્યાય માટે ગાંધીનગર પહોંચેલા વિદ્યાર્થીઓ દેખાવ કરે તે પહેલા જ અટકાયતનો દોર શરૂ થયો અને 200થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત થઈ છે. બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના સપૂરાવા ખુલાસા બાદ આજે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે એકત્ર થવાના હતા. પંરતુ વિદ્યાર્થી ઉમેદવારો એકત્ર થાય તે પહેલા પોલીસની દમનગીરી નીતિ જોવા મળી.

  • સત્યાગ્રહ છાવણીમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર દમન
  • અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને સેકટર સાતમાં રખાયા
  • પથિકાશ્રમ વિસ્તારમાં પોલીસથી બચવા વિદ્યાર્થીઓએ દોડ લગાવી
  • પોલીસે પરીક્ષાર્થીઓને દોડાવ્યા
  • મહિલા ઉમેદવારોની પણ પોલીસે કરી અટકાયત
  • ૧૦૦થી વધુ વિદ્યાર્થી ઉમેદવારોની પોલીસે અટકાયત કરી
  • ગાંધીનગરઃ એસટી બસસ્ટેન્ડ પર સઘન બંદોબસ્ત

દોડાવી દોડાવીને કરાઈ અટકાયત

પોલીસે વિદ્યાર્થીઓને દોડાવી દોડાવીને અટકાયત કરી હતી.અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરીને સેકટર સાતમાં રાખવમાં આવ્યા હતા. પોલીસે મહિલા ઉમેદવારોની પણ અટકાયત કરી હતી.ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી અને પથિકાશ્રમ પાસે પોલીસથી બચવા માટે ઉમેદવારોએ રીતસરની દોડ લગાવી પડી હતી. જે પોલીસનું કામ સુરક્ષા આપવાનું છે.જે પોલીસનું કામ ન્યાય માટે ઝઝુમતા લોકોને સાથ આપવાનું છે. તે જ પોલીસ આજે દોડાવી દોડાવીને ઉમેદવારોની અટકાયત કરતી જોવા મળી.

વિદ્યાર્થીઓના સળગતાં સવાલ

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા બાદ હવે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે ત્યારે તેઓ ગાંધીનગર પહોંચી પોતાનો રોષ દાખવે તે પહેલા તેમની અટકાયત થતા વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે.

  • શું અમને વિરોધ કરવાનો પણ હક નથી?
  • શા માટે કરવામાં આવી અટકાયત?
  • કાર્યક્રમની મંજૂરી મેળવી તો પછી કાર્યક્રમ પહેલા શા માટે અટકાયત?
  • અમે અમારા હકને લઈને વિરોધ પ્રદર્શન ન કરી શકીએ?
  • શું અમારી મહેનત પર પાણી ફેરવી નાખનારાઓ સામે થશે કડક કાર્યવાહી?

ગાંધીનગર બોર્ડર પર ચાંપતો પોલીસ બંદોબસ્ત

ગાંધીનગરની બોર્ડર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગાંધીનગર આવેલા કેટલાક ઉમેદવારોની અટકાયત પણ કરાઇ. ઉમેદવારોનો આરોપ છે કે, બિનસચિવાલયની પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઇ છે. તેના કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે.બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં દેખાવો કરવાનું એલાન કર્યુ છે. ત્યારે ગાંધીનગરમાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં  ગૌણ સેવા પસંદગી  મંડળ બહાર પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. ગાંધીનગરના એસપી મયુરસિંહ ચાવડાએ જીએસટીવી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, ગાંધીનગરમાં સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસે હમેશા રજૂઆત કરવા આવતા ઉમેદવારોની રજૂઆત જેતે વિભાગ સુધી કરાવી છે. પરંતુ ગાંધીનગરમાં કોઈપણ પ્રકારની તોડફોડ કરવામાં આવશે તો તેની વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરશે.

READ ALSO

Related posts

પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા

Hardik Hingu

અમદાવાદ /  ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત

Nakulsinh Gohil

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu
GSTV