દારૂની રેડનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસે કહેલું કે હમણાં દારૂ વેચતા નહીં

ગુરુવારનો દિવસ ગાંધીનગર માટે ચર્ચાનો દિવસ રહ્યો હતો. અલ્પેશ હાર્દિક અને જીજ્ઞેશની જનતા રેડ બાદ અંતે ગાંધીનગર પોલીસે આ રેડને રાજકીય સ્ટંટ અને પબ્લિસીટી સ્ટંટ ગણાવી હતી. પરંતુ શુક્રવારે જે વીડિયો સામે આવ્યો છે તેને જોઇએ તો ગાંધીનગર પોલીસના દાવા પર પણ શંકા ઉઠે છે.

ગાંધીનગર એસપી કચેરીની સામે જ હાર્દિક જીજ્ઞેશ અને અલ્પેશ ઠાકોરની જનતા રેડમાં દારૂ વેચાતો હોવાનો દાવો કરાયો હતો. આ દાવો ખોટો હોવાની વાત ગાંધીનગર એસપીએ કરી હતી.પરંતુ હાલમાં જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયોને જો સાચો માનીએ તો ગાંધીનગર પોલીસનો દાવો ખોટો સાબિત થાય છે કે ગાંધીનગરમાં દારૂ મળતો નથી કારણકે આ વીડિયોમાં કંચનબા નામની જે વૃદ્ધાની ઘરેથી દારૂ મળ્યો હતો તે પોતે સ્વીકાર કરી રહી છે કે પોલીસે તેને કહ્યુ હતું કે હમણા બે દિવસ દારૂ વેચતા નહીં.

આ વીડિયોમાં વૃદ્ધા શું બોલી રહી છે એ તો વાત સ્પષ્ટ રીતે સંભળાઇ રહી છે. ત્યારે આ વીડિયો પહેલા જ્યારે રેડ પડાઇ ત્યારે એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં વૃદ્ધા માત્ર 2 પોટલી લાવી હોવાનો સ્વીકાર કરી રહી હતી. સાંભળો પહેલાના વીડિયોમાં મહિલાની શું વાત થઇ હતી

જ્યારે રેડ પડાઇ ત્યારે મહિલાએ જીએસટીવી સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં એવો દાવો કર્યો હતો કે તે 1 મહિના પહેલા દારૂ વેચતી હતી હવે વેચતી નથી આ દારૂ તેનો નથી.

આમ એક જ મહિલાના આ રીતના નિવેદનથી એ વાત તો સામે આવી છે કે રાજ્યના પાટનગરમાં દારૂબંધી કેવી છે. ત્યારે સમજી લેવા જેવી વાત છે કે જો રાજ્યના પાટનગરમાં આ હાલત હોય તો રાજ્યના બીજા શહેરમાં શું સ્થિતી હશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter